• Gujarati News
  • ભૂતિયાં નળધારકો સામે ૧૫મીથી પોલીસ ફરિયાદ : મનપા આકરે પાણીએ

ભૂતિયાં નળધારકો સામે ૧૫મીથી પોલીસ ફરિયાદ : મનપા આકરે પાણીએ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧૫ સપ્ટેમ્બર પછી આટલી તૈયારી રાખજો
રાજકોટની જળસમસ્યા પાછળના કારણોમાં પાણીચોરી એ પણ એક મોટું પરિબળ છે. જે નાગરિકો મનપાને નિયમિત ટેકસ ચૂકવે છે તેના ભાગનું પાણી પાણીચોરો મફતમાં પી જાય છે. પાણીચોરીના દૂષણ સામે મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ બ્રહ્માસ્ત્ર ઉપાડયું છે. ભૂતિયાં નળજોડાણ રેગ્યુલરાઇઝ કરાવી લેવા માટે ૧૫મી સપ્ટેમ્બરની આખરી મહેતલ જાહેર કરી છે. એ પછી જો બીજી વખત પકડાશે તો રૂ. પ હજારનો દંડ અને સાથે સીધી જ પોલીસ ફરિયાદ નોંધાવી દેવામાં આવશે એવું જાહેરનામું કમિશનર નેહરાએ જારી કર્યું છે.
તે જાહેરનામામાં જણાવ્યા મુંજબ ભૂતિયાં નળજોડાણ રેગ્યુલરાઇઝ કરાવવા માટે ૧પમી સપ્ટેમ્બર સુધીની છેલ્લી તક આપવામાં આવી છે. જો એ પછી પકડાશે તો કડક દંડ અને સીધી જ પોલીસ ફરિયાદ સુધીના પગલાં લેવામાં આવશે એવું હુકમ બહાર પાડયો છે. મનપાદ્વારા ભુતિયા જોડાણો કાપવામાં આવે ત્યારે પણ જોડાણો કપાયા બાદ લોકો ફરી એક વખત ભુતિયુ જોડાણ મેળવી લે છે. આ દુષણને દામવા માટે અંતે મ્યુનિ.કમિશનર નહેરાએ કડક અને અવિરત પગલા લેવાનો એકશન પ્લાન ઘડી કાઢયો છે.
શીતલપાર્કમાંથી એકસાથે ૧૮ ભૂતિયાં
કયા વોર્ડમાં કેટલા નળકનેકશન છે અને કેટલા પ્રમાણમાં પાણી છોડવામાં આવે છે એ ગણતરી ઉપરથી પાણીચોરી પકડવા માટે અપનાવેલા વ્યૂહ હેઠળ વોર્ડ નં.૨માં વોટરવકર્સ શાખાની ટીમ ચેકગિં માટે ત્રાટકી હતી. એ દરમિયાન શીતલપાર્કમાંથી ૧૮ ભૂતિયાં નળજોડાણ મળી આવ્યા હતા.
નિયમિત કરાવવા માટે કોઇ વધારાનો ચાર્જ કે દંડ નહીં
ભૂતિયાં નળજોડાણ રેગ્યુલરાઇઝ કરાવવા લોકો સામેથી આવે એવા અભિગમથી મ્યુનિ. કમિશનરે કોઇ વધારાનો દંડ રાખ્યો નથી. જે સત્તાવાર રીતે ચાર્જ છે એ રૂ.૧ હજાર ફી, રૂ.૫૦૦ વહીવટી ચાર્જ અને રૂ.૫૦૦ રોડ ખોદવાના મળીને માત્ર રૂ.૨ હજારમાં જ જોડાણ કાયદેસર કરાવી શકાશે.
યોજના બે વર્ષથી ચાલે છે, તંત્ર ઢીલું પડતું હતું
ભૂતિયાં નળજોડાણ કાયદેસરનો ચાર્જ ચૂકવીને રેગ્યુલરાઇઝ કરાવી શકાશે એ યોજના છેલ્લાં બે વર્ષથી ચાલે છે પરંતુ, મનપાની ઢીલી નીતિના કારણે આ યોજના અત્યાર સુધી બિનઅસરકાર રહી છે. છેલ્લાં આઠ મહિનાની જ વાત કરીએ તો ૧૨૩૦થી વધુ ભૂતિયાં નળ પકડાયા છે. તેમાંથી માત્ર ૪૬૨ જોડાણ જ રેગ્યુલરાઇઝ થયા છે.
પ્રથમ વખત પકડાશે એટલે કનેકશન કાપી નાખવાની સાથે રૂ.૩ હજારનો દંડ
એ જ આસામી બીજી વખત પકડાશે તો રૂ.પ હજારનો દંડ અને સાથે સીધી જ પોલીસ ફરિયાદ