• Gujarati News
  • મનપાની તમામ શાખાના અધિકારીઓ ઇજનેરોને વોર્ડ ઓફિસમાં બેસવું પડશેે

મનપાની તમામ શાખાના અધિકારીઓ ઇજનેરોને વોર્ડ ઓફિસમાં બેસવું પડશેે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમહાપાલિકામાં હવે કોર્પોરેટર કલ્ચર જેવી કાર્ય પધ્ધતિ લાવવા મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ કટિબધ્ધતા દાખવી છે. ઝોન કચેરીમાં એરકન્ડિશન ચેમ્બરમાં બેસી રહીને કામ કરવાની ટેવ ધરાવતા અધિકારીઓ-ઇજનેરોને ફરજિયાતપણે વોર્ડ ઓફિસમાં રોજ એકથી બે કલાક ત્યાં બેસીને કામ કરવાનું ફરમાન કરાયું છે. નિયમની અમલવારી કરનારને ખુલાસો પૂછ્યા વગર સસ્પેન્ડ કરી દેવામાં આવશે એવું અલ્ટિમેટમ પણ અપાયું છે.

મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, વન-ડે, વન-વોર્ડની સફળતા બાદ જે તે વિસ્તારમાં વોર્ડ ઓફિસના સ્થાનિક સ્તરે લોક ફરિયાદનો નિવેડો આવી જાય એવી એક સિસ્ટમ અમલી બનવા જઇ રહી છે. અત્યાર સુધીની વ્યવસ્થા એવી હતી કે, વોર્ડ ઓફિસમાં માત્ર સેનેટરી ઇન્સ્પેક્ટર હતા. તેની પાસે થોકબંધ ફરિયાદો આવતી. જે સંબંધિત શાખાને મોકલવામાં ટેબલે ટેબલે ફરતી હતી. ફરિયાદ ઉકેલવામાં વિલંબ થતો હતો. તેના કાયમી ઉકેલરૂપે વોર્ડ ઓફિસમાં ઝોન કચેરી જેવો વહીવટ પ્રસ્થાપિત કરાશે. સફાઇ, આરોગ્ય, રોશની, ગાર્ડન, ટીપી, બાંધકામ, રોશની, ભૂગર્ભ, ટેક્સ સહિતની તમામ શાખાના અધિકારીઓ-ઇજનેરોએ રોજ સવારે 10 થી 11 ફરજિયાત પણે વોર્ડ ઓફિસમાં હાજરી આપવાની રહેશે. એક કલાકમાં નાગરિકો તરફથી આવતી ફરિયાદો નોંધીને તેને સામે પહોંચ આપવાની રહેશે. મળેલી ફરિયાદ કેટલા સમયમાં ઉકેલાઇ તેનો રિપોર્ટ મ્યુનિ.કમિશનરને આપવાનો રહેશે. સવારે 10 થી 11 દરમિયાન સંબંધિત અધિકારી વોર્ડ ઓફિસના બદલે ઝોન કચેરીમાં એસી ચેમ્બરમાં દેખાશે તો તેનો કોઇપણ પ્રકારનો ખુલાસો પૂછ્યા વગર સીધા સસ્પેન્ડ કરી દેવામાં આવશે એવી ચેતવણી પણ નેહરાએ આપી છે.

‘ફરિયાદ ઉકેલાય તો મને મળવા આવે’

‘વોર્ડઓફિસમાંનોંધાવેલી ફરિયાદ ઉકેલાય અથવા તો વધુ પડતો વિલંબ થાય તો નાગરિકને વોર્ડ ઓફિસમાં તેની સમસ્યાની નોંધણીની જે પહોંચ આપવામાં આવે તે લઇને સીધા મને મળવા આવી શકે છે. પહોંચના આધારે જે તે અધિકારીનો ઉધડો લેવામાં આવશે.’

વોર્ડઓફિસને ખર્ચની સત્તા પણ અપાશે

નાગરિકોતરફથીમળેલી સમસ્યાના ઉકેલ માટે થનાર ખર્ચ માટે સ્થાનિક વોર્ડ ઓફિસમાં નિર્ણય લઇ શકાય એવી એક જોગવાઇ પણ વિચારાઇ રહી છે. તેના માટે વોર્ડ ઓફિસની સત્તાની ચોક્કસ મર્યાદા નક્કી કરવામાં આવશે.