• Gujarati News
  • પ્રૌઢાની નજર ચૂકવી ~ 10 હજાર ભરેલા પર્સની ચોરી

પ્રૌઢાની નજર ચૂકવી ~ 10 હજાર ભરેલા પર્સની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાશવારેકળા કરી જતાં ગઠિયાએ વધુ એક િશકાર કર્યો હતો. પડધરીના ન્યારા ગામે રહેતા શારદાબેન ચંદ્રકાંતભાઈ નિમાવત (ઉ.વ.50) કોઠાિરયા નાકા પાસે આવેલા દશાશ્રી હોસ્પિટલ નજીક ઊભા હતા ત્યારે એક શખ્સ તેમની પાસે આવ્યો હતો અને સાડી બગડી હોવાનું કહેતા પ્રૌઢાએ પોતાની સાડી જોવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાની પાસે રહેલું રૂ.10,000ની મતા ભરેલુ પર્સ સ્કૂટરની હુકમાં રાખ્યું હતું. તે સાથે ગઠિયો પર્સ તફડાવી ગયો હતો.