• Gujarati News
  • બલી અને જયપાલ સામે પાંચ કરોડની ખંડણી માગ્યાની રાવ

બલી અને જયપાલ સામે પાંચ કરોડની ખંડણી માગ્યાની રાવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભૂમાફિયાજયપાલસિંહ મહીપતસિંહ જાડેજા અને તેના ફરાર સાગરીત બલી ઉર્ફે બલદેવ વિરભાનું ડાંગર વિરુધ્ધ જમીનના બોગસ સાટાખત બનાવી 5 કરોડની ખંડણી માગ્યાની વધુ એક ફરિયાદ નોંધાઇ છે.

પર્ણકુટીર સોસાયટીમાં રહેતા અને કમલેશભાઇ રામાણીએ માલિયાસણ ગામમાં હીરાબેન સંગરામભાઇ કિશલા પાસેથી 7 જૂન, 2013ના રોજ માલિયાસણ ગામની સરવે નંબર 314 પૈકી 1ની ચાર એકર, 14 ગુંઠા જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. જમીનમાં કમલેશભાઇએ તેના ખેડૂત ખાતેદાર જાદવ રામજીભાઇ ગોવાણીને 50 ટકાનો ભાગીદાર બનાવ્યો હતો. ત્યાર બાદ જાદવે 11મી સપ્ટેમ્બર, 2013ના રોજ પોતાના હિસ્સાની 50 ટકા જમીનનો તમામ વહીવટ કરવા અંગે કમલેશભાઇને કુલમુખત્યારનામુ કરી આપ્યું હતું, તેમજ 2 નવેમ્બર, 2013ના રોજ ઉપરોક્ત જમીન કમલેશભાઇ અને જાદવની સહીથી અશોકભાઇ દલસુખભાઇ જોષીને રજિસ્ટર સાટાખતથી વેચાણ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ બલી અને જયપાલે જાદવનો સંપર્ક સાધ્યો હતો અને જાદવ ગોવાણીએ ઉપરોક્ત જમીન વેચાણ કરી દીધી હોવા છતાં 17મી એપ્રિલ, 2014ના રોજ પોતાના હિસ્સાની 50 ટકા જમીનના સાટાખત બલી ડાંગરના નામે કરી આપ્યું હતુું.

સાટાખતના નામે બન્ને માિફયાઓએ કમલેશભાઇ પાસે પાંચ કરોડની ખંડણી માગી અનેક વખત હુમલા કર્યા હતા. અંગે બલી અન જયપાલ સહિત 12 શખ્સો સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.