• Gujarati News
  • સિંગતેલમાં ~40નો ઝડપી ઉછાળો

સિંગતેલમાં ~40નો ઝડપી ઉછાળો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રમાંનવી સિઝનની શરૂઆતે સાથે સિંગતેલના ભાવમાં નોન સ્ટોપ તેજી જોવા મળી રહી છે. મિલર્સે ઊંચા ભાવે લાવલાવ કરી સટાકીય તેજી ઊભી કરતા ડબે રૂ.40નો ભાવ વધારો જોવાયો હતો. સૌરાષ્ટ્રમાં મગફળીના ઓછા ઉત્પાદનને કારણે છેલ્લા કેટલાક દિવસથી સેન્ટિમેન્ટ બદલાઇ ગયું છે. સિંગતેલ ઉપરાંત સનફલાવર અને કોર્ન ઓઇલમાં પણ મજબૂતાઇ હતી જયારે તેનાથી વિપરીત કપાસિયા-પામોલિનમાં ઘટાડાની ચાલ હતી. સ્થાનિકમાં સિંગતેલમાં 7-8 ટેન્કર અને કપાસિયા તેલમાં 10-15 ટેન્કરના કામકાજ હતા. સિંગતેલ લુઝ રૂ.20 વધી રૂ.830-835, તેલિયા રૂ.29 વધી રૂ.1292-1293 અને નવા ટીન 15 કિલો રૂ.40 વધી રૂ.1455-1460ની સપાટીએ જોવા મળ્યું હતું. કપાસિયા વોશ રૂ.10 ઘટી રૂ.600-603, કપાસિયા ટીન રૂ.પાંચ ઘટી રૂ.1075-1095, પામોલિન રૂ.10 ઘટી રૂ.840, સનફલાવર રૂ.10 વધી રૂ.1090 અને કોર્ન ઓઇલ રૂ.20 વધી રૂ.1050ના ભાવે હતું.

મગફળીમાંમણે રૂ.30નો ભાવવધારો

સિંગતેલમાંસુધારાને કારણે મગફળીના ભાવ પણ વધ્યા હતા અને મણે રૂ.25-30 સુધીનો ભાવવધારો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રમાં 50,000-60,000 ગુણી મગફળીની આવક હતી. રાજકોટ ખાતે મણદીઠ રૂ.30ના સુધારા સાથે રૂ.850-960 અને જામનગર ખાતે રૂ.750-775 સુધીના ભાવ જોવા મળ્યા હતા. સિંગદાણામાં ટનદીઠ રૂ.1000-1500ના ભાવવધારા સાથે રૂ.60,500-70,500 સુધીના ભાવ હતા અને સિંગદાણામાં અંદાજે 300 ટનના વેપાર હતા.

એરંડાવાયદા અને હાજરમાં નરમાઇ

સ્થાનિકતેમજ વિદેશની ઘરાકીના અભાવ વચ્ચે એરંડા વાયદા અને હાજરમાં સતત બીજા દિવસે નરમાઇતરફી ચાલ હતી. ગુજરાતમાં આવકનું પ્રેશર વધી રહ્યું છે બીજી તરફ લેવાલીનો અભાવ છે. આજે પાટણમાં 2000 ગુણી વેચાયા વગરની પડી રહી હોવાની બજારમાં ચર્ચા હતી. આજે ગુજરાતમાં 42,000 ગુણી આવક-ભાવ રૂ.825-835 તેમજ સૌરાષ્ટ્રમાં 3500 ગુણી આવક-ભાવ રૂ.780-790 થયો હતો. રાજકોટ કોમોડિટી અક્સચેન્જ ખાતે એરંડા ડિસેમ્બર વાયદો રૂ.4 ઘટી 4428 અને હાજર એરંડા રૂ.12.5 ઘટી રૂ.4087.50ના ભાવે હતા. દિવેલ રૂ.845ના ભાવે પહોંચ્યું હતુ.