• Gujarati News
  • 73 વર્ષના ફુલાણી તરણ સ્પર્ધામાં ગુજરાતમાં નં.1

73 વર્ષના ફુલાણી તરણ સ્પર્ધામાં ગુજરાતમાં નં.1

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનીએ.જી.ઓફિસના નિવૃત્ત કર્મચારી, આજીવન સ્પોર્ટસમેન દાઉદ ફુલાણીએ તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ એક્વેટિક ચેમ્પિયનશિપમાં 70થી 74 વર્ષના વયજૂથમાં ત્રણ ઇવેન્ટમાં પ્રથમ અને ત્રણ ઇવેન્ટમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી તરણક્ષેત્રે નવી સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે. હવે તેઓ કર્ણાટકમાં યોજાનારી ઓલ ઇન્ડિયા માસ્ટર્સ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

અમદાવાદ ખાતે યોજાયેલ સ્પર્ધામાં 73 વર્ષના દાઉદ ફુલાણીએ 50 મી. બ્રેસ્ટ સ્ટોક (56.12 સેમી), 100 મી બ્રેસ્ટ સ્ટોક (2 મિનિટ 6.61 સેકન્ડ) અને 4બાય50 મી. ફ્રી સ્ટાઇલ રીલે (3 મિનિટ 31.34 સેકન્ડ)માં પૂર્ણ કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે 4બાય50 મી. મીડલે રીલે, 200 મી. ફ્રી સ્ટાઇલ તથા 100 મી બેક સ્ટોકમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તાજેતરમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં પણ તેમણે 60 વર્ષથી ઉંમરના વયજૂથમાં ત્રણ ઇવેન્ટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દાઉદ ફુલાણીએ અત્યાર સુધીમાં તરણ ક્ષેત્રે 15 ગોલ્ડ મેડલ, 14 સિલ્વર મેડલ તથા 22 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. ફુલાણી હોકી, ફૂટબોલ, ક્રિકેટ, વોલીબોલ, ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ, શુટિંગ વિગેરેના પણ તેમની યુવાનીમાં શ્રેષ્ઠ ખેલાડી હતા. 73 વર્ષની વયે પણ તેઓ સ્પોર્ટસ અને સ્વિમિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપી રહ્યા છે.

રાજકોટના પીઢ તરણવીરની

નવી સિધ્ધિ