• Gujarati News
  • જેતપુર પાસે કારની ઠોકરે યુવાનનું મોત

જેતપુર પાસે કારની ઠોકરે યુવાનનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુરનજીક અમરનગર રોડ પર કારની ઠોકરે ચડી જતાં ગંભીર રીતે ઘવાયેલા હડમતીયા ગામના સંજય નામના યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ િનપજ્યુ હતું.

ભેંસાણના હડમતિયા ગામે રહેતા સંજયભાઇ (સોંડાભાઇ) સામતભાઇ રબારી (ઉ.વ.40) ગત 8મી ઓક્ટોબરના રિક્ષા ચલાવીને જતા હતા અને જેતપુરમાં અમરનગર રોડ પર પહોંચ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી કારે રિક્ષાને ઠોકરે લીધી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સંજયભાઇને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ અઠવાડિયાની સારવાર કારગત નિવડી નહોતી અને તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.