તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • હાઇટેક લાઇબ્રેરીમાં જોવા મળશે દેશભક્તિની ફિલ્મો

હાઇટેક લાઇબ્રેરીમાં જોવા મળશે દેશભક્તિની ફિલ્મો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમહાપાલિકાએ 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વની ઉજવણીના કાર્યક્રમોની શૃંખલામાં સૌપ્રથમ વખતે એક અનોખું આયોજન કર્યું છે. શારદાબાગ નજીક શ્રોફ રોડ પર બનાવાયેલી હાઇટેક લાઇબ્રેરીમાં 20મીથી 25મી સુધી દેશભક્તિના ફિલ્મો નિ:શુલ્ક દેખાડવામાં આવશે. સુપરહિટ ગયા હોય એવા જૂના અને નવા બન્ને પ્રકારના ફિલ્મો દેખાડવામાં આવશે.

મનપાની નવી લાઇબ્રેરીમાં ઇ-રીડિંગથી માંડી, સીડી-ડીવીડી, ઇન્ટરનેટની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉપરાંત લાઇબ્રેરી સંકુલમાં એક અદ્યતન મિનિ થિયેટર બનાવવામાં આવ્યું છે. લાઇબ્રેરીમાં ગણતરીના દિવસોમાં સભ્ય સંખ્યા સતત વધતી જાય છે.

મનપાએ 26મી જાન્યુઆરીની ઉજવણીના જે કાર્યક્રમો નક્કી કર્યા છે તેમાં લાઇબ્રેરીના મિનિ થિયેટરનો પણ સદ્દઉપયોગ કરવાનો અભિગમ અપનાવ્યો છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે સૌપ્રથમ વખત દેશભક્તિના ફિલ્મો નિ:શુલ્ક દેખાડવાનું નક્કી કર્યું છે.

લાઇબ્રેરીના સભ્યો હોય એવા નાગરિકો પણ ફિલ્મ જોવાનો લહાવો લઇ શકશે. લાભ લેવા ઇચ્છુકોએ અગાઉથી પોતાનું રજિસ્ટ્રેશન લાઇબ્રેરીના ડેસ્ક પર કરાવી લેવા અનુરોધ કરાયો છે. ફિલ્મના શોનો સમય સવારે 10-30નો રાખવામાં આવ્યો છે.

જરૂર પડ્યે શો

વધારવાની તૈયારી

અન્ય પ્રસંગો પર પણ આયોજન થશે

દેશભક્તિનાફિલ્મોદેખાડવાનો પ્રથમ પ્રયાસ છે. જો તે સફળ રહેશે તો બાળદિન જેવા અન્ય પ્રસંગો પર પણ પ્રસંગને અનુરૂપ ફિલ્મો કે સ્લાઇડ-શો અથવા ટેલીફિલ્મ દેખાડવામાં આવે એવી એક વિચારણા પણ ચાલી રહી છે.

20 જાન્યુ.શરફરોસ

21જાન્યુ.પુરબ ઔર પશ્ચિમ

22જાન્યુ.પરદેશ

23જાન્યુ.નાયક

24જાન્યુ.અપરિચિત

25જાન્યુ.બોર્ડર

30જાન્યુ.ગાંધી નિવાર્ણદિન નિમિત્તે વિશેષ શો

ક્યા દિવસે કઇ-કઇ ફિલ્મ દર્શાવાશે

પ્રાથમિક આયોજનમાંદરરોજ સવારે 10:30 વાગ્યાનો એક શો રાખવામાં આવ્યો છે. રજિસ્ટ્રેશનની સંખ્યા અથવા તો રસ વધુ જણાશે તો દિવસના અન્ય સમયે પણ વધારાના શો રાખવાની તંત્રની તૈયારી છે. પ્રથમ દિવસના રસને ધ્યાનમાં રાખીને આગળનો નિર્ણય કરવામાં આવશે તેમ મનપાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું.

અનોખી ઉજવણી