• Gujarati News
  • જીરું અને તલના ભાવ સ્થિર

જીરું અને તલના ભાવ સ્થિર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજથી સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડમાં કામકાજ શરૂ થયા હતા. ખૂલતી બજારે સાધારણ આવક અને ઘરાકી પણ મર્યાદિત રહેતા જીરું અને તલના ભાવમાં એકંદરે સ્થિરતા જોવા મળી હતી. રાજકોટ ખાતે ૫૦૦ બોરી અને ઊઝા ખાતે ૮૦૦૦ બોરી આવક હતી. સ્થાનિકમાં સારા માલના રૂ.૨૦૦૦-૨૦૨૫, મિડિયમ માલના રૂ.૧૯૫૦-૨૦૦૦, હલકા માલના રૂ.૧૯૦૦-૧૯૫૦ અને હવાવાળા માલના રૂ.૧૮૫૦-૧૯૦૦ થયા હતા. તલ બજારમાં સારી ઘરાકી વરચે ભાવ એકંદરે સ્થિર રાા હતા. રાજકોટમાં ધીમી આવક વરચે ૯૯/૧† કવોલિટીના રૂ.૨૩૫૦-૨૪૦૦, ૯૯/૧ કવોલિટીના રૂ.૨૩૦૦-૨૩૫૦ અને ૯૯/૧ એવરેજ માલના રૂ.૨૨૫૦-૨૩૦૦ના ભાવ જોવા મળ્યા હતા.
ખાધતેલમાં ઘટયા મથાળે સ્થિરતા
બુધવારના ઘટાડા બાદ ધીમી ઘરાકી અને પામ-સોયાની નરમાઇ વરચે સૌરાષ્ટ્રમાં ખાધતેલમાં ઘટયા મથાળે એકંદરે ટકેલું વલણ રાું હતું. સ્થાનિકમાં સિંગતેલમાં ૫-૭ ટેન્કર અને કપાસિયા તેલમાં ૨૦-૨૫ ટેન્કરના કામકાજ હતા. સિંગતેલ લુઝ રૂ.પાંચ વધી રૂ.૭૪૫-૭૫૦, તેલિયા રૂ.૭ વધી રૂ.૧૧૬૫-૧૧૬૬ અને નવા ટીન ૧૫ કિલો રૂ.૧૩૫૦-૧૩૫૫ના ભાવે પહોંરયું હતું. કપાસિયા વોશ રૂ.૫૯૨-૫૯૫, કપાસિયા ટીન રૂ.૧૦૬૦-૧૦૮૦ અને પામોલિન રૂ.૯૬૦-૧૦૩૦ના ભાવે પહોંરયું હતું.
એરંડા વાયદામાં સુધારાતરફી ચાલ
એરંડા વાયદામાં ધીમો સુધારો આગળ વઘ્યો હતો. બજારમાં ફોરેનની પૂછપરછ દેખાઇ રહી છે. આંતરરાષ્ટિ્રય કંપનીઓ હાજરમાં માલ લઇને હેજિંગ કરી રાા છે. સ્થાનિક વાયદામાં કામકાજ સારા હતા. ગુજરાતમાં ૨૦,૦૦૦-૨૫,૦૦૦ ગુણી આવક-ભાવ રૂ.૮૨૦-૮૩૦ તેમજ સૌરાષ્ટ્રમાં ૬૦૦-૭૦૦ ગુણી આવક-ભાવ રૂ.૭૮૦-૭૯૦ થયો હતો. રાજકોટ કોમોડિટી એકસચેન્જ ખાતે એરંડા સપ્ટેમ્બર વાયદો રૂ.૩૪ વધી ૪૨૫૭ અને હાજર એરંડા રૂ.૪૦૭૫ તેમજ દિવેલ રૂ.૮૪૫ના સ્તરે હતું.
સિંગદાણામાં અફરાતફરી
જન્માષ્ટમીની રજા દરમિયાન સિંગદાણામાં બંધ બજારે મોટી અફરાતફરી થઇ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. ચાર દિવસની રજા દરમિયાન સિંગદાણાના ભાવ ઊચકાઇને કિવન્ટલ દીઠ રૂ.૯૫,૦૦૦ સુધી પહોંચી ગયા હતા અને વઘ્યા મથાળેથી રૂ.૨૦,૦૦૦નો ઘટાડો બોલી ગયો હતો. સટોડિયાઓએ ભાવ ઊચકાવીને કત્રિમ તેજી ઊભી કરી હતી. હાલમાં બજારમાં ઘરાકીનો અભાવ હોવાથી બજાર નીચા ભાવે ટકેલી છે. સિંગદાણા ઉનાળુ ૮૦/૯૦ કાઉન્ટના રૂ.૭૫,૦૦૦, ૫૦/૬૦ કાઉન્ટના રૂ.૭૬,૦૦૦, ૪૦/૫૦ બોલ્ડના રૂ.૫૭,૦૦૦, ૫૦/૬૦ કાઉન્ટના રૂ.૫૫,૦૦૦ અને ૬૦/૭૦ કાઉન્ટના રૂ.૫૪,૦૦૦ના ભાવ હતા.