• Gujarati News
  • સાસુની હત્યા કરનાર જમાઈને સસરા સાળાએ પતાવી દીધો

સાસુની હત્યા કરનાર જમાઈને સસરા-સાળાએ પતાવી દીધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણતાલુકાના દેવપરા ગામે રાજકોટના કુખ્યાત ગુનેગાર અજિત ચકુની હત્યા કરી કોથળામાં ફેંકી દેવાયેલી લાશ મળી આવતાં ચકચાર જાગી છે. બોથડ પદાર્થના ઘા ઝીંકી માથું છૂંદી નાખેલી હાલતમાં મળેલી લાશમાં જીવાત પડી ગઇ હોય ત્રણથી ચાર દિવસ પહેલા હત્યા થયાનું પોલીસ અનુમાન કરી રહી છે. જસદણ પોલીસે બનાવ અંગે તુરંત તપાસ હાથ ધરી એલસીબીની મદદથી ગુનેગારોને પકડવા દોડધામ આદરતા હત્યા પાછળ અજીત ચકુના સાળા અને સસરાના આરોપી તરીકે નામ ખુલ્યા છે. અજીત ચકુએ તેના સાસુની થોડા સમય પહેલા હત્યા કરી હતી તેનો બદલો લેવા જમાઈની અન્ય સ્થળે હત્યા કરી દેવપરા ગામે લાશ ફેંકી ગયાનું ખુલ્યું હતું.

જસદણથી સાત કિ.મી. દૂર આવેલા દેવપરા ગામ નજીકની બેલાની ખાણમાં કોથળામાં કોઇની લાશ પડી હોવાની જાણ સરપંચે જસદણ પોલીસને જાણ કરતા પી.આઇ. રણજીતસિંહ ચાવડા બનાવ સ્થળે ધસી ગયા હતા અને પ્રાથમિક તપાસ કરી લાશને પી.એમ.માટે રાજકોટ ખસેડી હતી.

અજિત ચકુ સામે અનેક ગુના નોંધાયા છે

કુખ્યાતખિસ્સાકાતરુંચકુ મોહનના પુત્ર અજિતે પેરોલ પર છૂટી રાજકોટના દર્શન ગણાત્રાની હત્યા કરી હતી. પછી તેણે તેના સાસુની હત્યા પણ નીપજાવી હતી. ઉપરાંત ડબલ મર્ડર કેસમાં પણ તેનું નામ ખુલ્યું હતું. અજિત સામે ચોરી, લૂંટ, મારામારીના ત્રીસ જેટલા ગુના નોંધાયા છે. 2013ની સાલમાં તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. એક માસથી તે પેરાલ પર છૂટ્યો હતો. થોડા સમય પહેલા તેના ભાઇ અશોકે પત્નીની હત્યા કરી ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી હતી.