તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રૂ બજાર કપાસમાં ઘટ્યા મથાળેથી સુધારો

રૂ બજાર-કપાસમાં ઘટ્યા મથાળેથી સુધારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપાસઅને રૂના ભાવ ઘટીને તળિયે પહોંચી ગયા બાદ ઘટ્યા મથાળેથી સાધારણ પ્રત્યાઘાતી સુધારો જોવા મળ્યો હતો. ખાનગી વાયદાની મજબૂતાઇને પગલે હાજરમાં ભાવ સુધર્યા હતા. દેશમાં 1.85-1.90 લાખ ગાંસડી, ગુજરાતમાં 50,000 ગાંસડી અને સૌરાષ્ટ્રમાં બે લાખ મણ કપાસની આવક હતી. રાજકોટ ખાતે 28,000 મણ આવક-ભાવ રૂ.770-800 થયો હતો અને મણદીઠ રૂ.10નો સુધારો હતો. રૂ બજાર રૂ.100-200 વધી રૂ.30,500-30,600ના સ્તરે હતું. ગામડાના કપાસના રૂ.790-800 અને જિન ડિલિવરીના રૂ.805-815ના ભાવ હતા. રૂ બજાર રૂ.30,500-30,600ની સપાટીએ હતું. સાઇડ બજારમાં કપાસિયા રૂ.355-365, કડી ખોળ રૂ.900 અને લોકલ ખોળના રૂ.770-795ના ભાવ હતા. ઉલ્લેખનીય છે કે સોમવારે કપાસના ભાવ છેલ્લા પાંચ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયા હતા. નીચા મથાળેથી બજારમાં સુધારાની ધારણા દર્શાવાઇ રહી છે.

ખાદ્યતેલમાંટકેલા ભાવ

સ્થાનિકબજારમાં ધીમી લેવાલી અને સાધારણ કામકાજ વચ્ચે સિંગતેલ, કપાસિયા તેલ અને પામોલિનમાં ટકેલા ભાવ હતા. સિંગતેલમાં 5-6 ટેન્કર અને કપાસિયા તેલમાં 15-20 ટેન્કરના કામકાજ હતા. સિંગતેલ લુઝ રૂ.1005-1010, તેલિયા રૂ.1555-1556 અને નવા ટીન 15 કિલો રૂ.1745-1750ના ભાવે પહોંચ્યું હતું. કપાસિયા વોશ રૂ.537-540, કપાસિયા ટીન રૂ.1000-1020 અને પામોલિન રૂ.855-860ની સપાટીએ જોવાયું હતું. અન્ય તેલમાં પણ એકંદરે સ્થિરતા જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં 30,000 ગુણી મગફળીની આવક વચ્ચે રાજકોટ ખાતે રૂ.910-980 અને જામનગર ખાતે રૂ.825-925ના ભાવે જોવા મળી હતી. સિંગદાણામાં સામાન્ય સુધારા સાથે રૂ.68,000-77,000 સુધીના ભાવ બોલાયા હતા.

એરંડાવાયદા-હાજરમાં અથડામણ

એરંડાવાયદા અને હાજરમાં અથડામણ જોવા મળી હતી. સોમવારની મંદીની સર્કિટ પછી વાયદામાં પ્રત્યાઘાતી સુધારો બોલાયો હતો. ગુજરાતમાં 23,000-25,000 ગુણી આવક-ભાવ રૂ.830-840 તેમજ સૌરાષ્ટ્રમાં 2400-2500 ગુણી આવક-ભાવ રૂ.805-815 થયો હતો. રાજકોટ કોમોડિટી એક્સચેન્જ ખાતે એરંડા માર્ચ વાયદો રૂ.37 વધી 4300 અને હાજર એરંડા રૂ.75 ઘટી 4162.50ની સપાટીએ પહોંચ્યું હતું. દિવેલ રૂ.850ના સ્તરે હતું. એનસીડેક્સ માર્ચ વાયદો રૂ.60 વધી 4355 અને એપ્રિલ વાયદો રૂ.86 વધી 4405ના ભાવે જોવાયું હતું.