તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • VVPમાં 125ઉદ્યોગપતિનું સન્માન

VVPમાં 125ઉદ્યોગપતિનું સન્માન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઈએસટીઈના પ્રેસિડન્ટ પી.કે. દેસાઈ ખાસ ઉપસ્થિત રહેશે

વીવીપીએન્જિનિયરિંગ કોલેજના છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને દર શનિ-રવિ ટ્રેનિંગ આપતા રાજકોટની 125થી વધુ વિવિધ ઈન્ડસ્ટ્રીઝના માલિકોનું બુધવારે સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં આઈએસટીઈના પ્રેસિડન્ટ પ્રોફેસર પી.કે. દેસાઈ ખાસ હાજરી આપશે.

વીવીપી દ્વારા ગુજરાતમાં એક નવતર પ્રયોગ હાથ ધરીને એન્જિનિયરિંગના છઠ્ઠા સેમેસ્ટરના 638 વિદ્યાર્થીઓને દર શનિ-રવિ અલગ અલગ ઉદ્યોગોમાં જઈને ટ્રેનિંગ મેળવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઈન્ડસ્ટ્રીઝ અને ટેકનિકલ ઈન્સ્ટીટ્યૂટ એકબીજાને મદદરૂપ થઈ શકે તે હેતુથી પ્રયોગ શરૂ કરાયો છે.

અંગે વધુમાં માિહતી આપતા વીવીપીના ચેરમેન પ્રવીણભાઈ મણિયારે જણાવ્યું હતું કે, પી.કે. દેસાઈ સ્વાતંત્ર્ય સેનાની પરિવારના સભ્ય છે. એમના પિતા ક્રાંતિવીર કાકાસાહેબ દેસાઈ પ્રતિભાશાળી ક્રાંતિકારી હતા અને બ્રિટીશ કાઉન્સીલે તેમને જીવતા કે મરેલા પકડનારને રોકડું ઈનામ આપવાની જાહેરાત કરી હતી.