તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રઘુવંશી નાત જમણની તૈયારી પૂર્ણ, ગુરુવારે જ્ઞાતિનો મેળાવડો

રઘુવંશી નાત જમણની તૈયારી પૂર્ણ, ગુરુવારે જ્ઞાતિનો મેળાવડો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીરદાદાજશરાજની પુણ્યતિથિ નિમિત્તે 22 જાન્યુઆરીએ રેસકોર્સ મેદાન ખાતે સાંજે 5 વાગે નાતજમણ,મહાપ્રસાદના ભવ્ય આયોજનને રઘુવંશી પરિવાર દ્વારા આખરી ઓપ આપી દેવાયો છે. શહેરમાં વસતા રઘુવંશીઓને અામંત્રણ આપવા વિવિધ વિસ્તારમાં સ્કૂટર રેલી કાઢવામાં આવી હતી. સમસ્ત રઘુવંશી પરિવારના કુળગોર શ્રી સારસ્વત બ્રાહ્મણ પરિવારોને કાર્યક્રમમાં આશીર્વાદ આપવા તેમજ મહાપ્રસાદ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમમાં વિશાળ ઓપન એર થિયેટરમાં ભક્તિસંગીતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહાપ્રસાદ કાર્યક્રમને હાઇટેક પ્રચાર માટે ખાસ ટીમ કાર્યરત છે. પૂજ્ય હરિચરણદાસ મહારાજ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમનો પ્રારંભ થશે.