• Gujarati News
  • કાગવડમાં 29 30 નવેમ્બરે ખેલ મહોત્સવ

કાગવડમાં 29-30 નવેમ્બરે ખેલ મહોત્સવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિવિધ રમતોમાં 14 અને 19 વયના બાળકો ભાગ લેશે

ખોડલધામટ્રસ્ટ દ્વારા કાગવડ ખોડલધામના સાંનિધ્યમાં 29 અને 30 નવેમ્બરના રોજ ખોડલધામ ખેલ મહોત્સવ યોજાશે. કાગવડ ખાતે વિશાળ સ્ટેડિયમ બનાવામાં આવ્યું છે. મહોત્સવના આયોજન માટે છેલ્લાં 6 માસથી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

ખોડલધામ ખેલ મહોત્સવનું ઉદ્દઘાટન 29મી નવેમ્બરના સવારે 7 કલાકે ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતમાં થશે. સૌરાષ્ટ્ર-કચ્છની 8 ટીમો ખેલ મહોત્સવમાં જોડાશે. રાજકોટ શહેર અને જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને કચ્છ-ભુજની ટીમો જુદી જુદી રમતગમતમાં પોતાની પ્રતિભા બતાવશે.

ખોડલધામ ખેલ મહોત્સવમાં બે વયજૂથમાં અન્ડર-16 અને 19ના ખેલાડીઓ રમતગમતનું પ્રદર્શન કરશે. 29મીને શનિવારે ચેસ, યોગાસન અને એથ્લેટિક્સની રમતોમાં ઊંચી, લાંબી કૂદ અને ચક્ર અને ગોળા ફેંકની રમતો રમાશે તેમજ 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, 800 મીટર દોડ બહેનો અને 3 હજાર મીટર દોડ ભાઇઓ માટે યોજાશે.

30મી નવેમ્બરના કબડ્ડી અને વોલીબોલની સ્પર્ધા રમાશે. ખેલ મહોત્સવ સવારે 7 થી સાંજના 5 સુધી યોજાશે. ઉપરોક્ત સમય દરમિયાન ખેલાડીઓને બન્ને દિવસ સ્થળ પર સવારે નાસ્તો, બપોરે અને સાંજે ભોજનની વ્યવસ્થા ખોડલધામ ટ્રસ્ટથી કરાશે. સ્પર્ધકોને રમત દરમિયાન દૂધ, લીંબુ સરબત અપાશે. વિજેતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર ખેલાડીઓને મેડલ અને વિજેતા ટીમ અને શ્રેષ્ઠ જિલ્લા ટીમને ટ્રોફી અપાશે. જિલ્લા મથકોએથી ખેલાડીઓનું સિલેક્શન કરી ખેલ મહોત્સવ માટે ચૂંટવામાં આવશે.