• Gujarati News
  • મહિલા સંચાલિત ક્લબ પર દરોડો

મહિલા સંચાલિત ક્લબ પર દરોડો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગંજીવાડામાંખોડિયારચોક પાસે રહેતા માનુબેન ધીરૂભાઇ દેગામા પોતાના ઘરમાં જુગારધામ ચલાવતા હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચના જમાદાર જીવણભાઇ પટેલ સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. મકાનમાં જુગાર રમી રહેલા માનુબેન ઉપરાંત કૈલાસબેન સુરેશભાઇ રોજાસરા, ઇબ્રાહીમ ઇસ્માઇલભાઇ નોતિયાર, તુષાર કેશુભાઇ મકવાણા, દેવેન્દ્ર ધનજીભાઇ ચાૈહાણ અને બાબુભાઇ બટુકભાઇ સદાદિયાને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી રોકડા રૂા. 41,500 કબજે કર્યા હતા.