• Gujarati News
  • વ્યાજખોરોએ 4 ગણા નાણાં લીધા પછી ધમકી આપી

વ્યાજખોરોએ 4 ગણા નાણાં લીધા પછી ધમકી આપી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લક્ષ્મીવાડીમાંરહેતા અને કૈસર હિન્દ પુલ નજીક પ્રિયાંશ હેર ડ્રેસર નામની દુકાન ધરાવતા અરવિંદ ધીરજલાલ ગોહેલી તેની દુકાન પાસે અમર સિઝન સ્ટોર સામે રહેતા પ્રવીણસિંહ ભૂપતસિંહ સોલંકી પાસેથી વર્ષ 2007 માં રૂા.5 હજાર ઉછીના લીધા હતા.

પ્રવીણસિંહે રકમ ઉપર વ્યાજ લેવાનું શરૂ કરતા અત્યાર સુધીમાં વ્યાજ સહિત આશરે 20 હજાર ચૂકવી દીધા હોવા છતાં પ્રવીણસિંહ વધુ 20 હજારની માગણી કરે છે તેમજ દુકાનનો કબજો આપી દેવા દુકાને આવીને ધાક ધમકી આપતો હોવાથી અરવિંદે વ્યાજખોર સામે કાનૂની કાર્યવાહી કરી ન્યાય અપાવવા કમિશનરને લેખિત ફરિયાદ કરી હતી. અંગે પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.