• Gujarati News
  • આનંદીબેન, રાજકોટનો વિકાસ રુંધતી ટીપી સ્કીમો હવે ક્યારે ફાઇનલ થશે?

આનંદીબેન, રાજકોટનો વિકાસ રુંધતી ટીપી સ્કીમો હવે ક્યારે ફાઇનલ થશે?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાંએકતરફ ગતિશીલ ગુજરાત અને સ્માર્ટ સિટીની વાતો થઇ રહી છે ત્યારે બીજીબાજુ શહેરના વિકાસ માટે અતિ મહત્ત્વનું કહી શકાય એવી ટીપી સ્કીમો મોટાભાગની સરકારમાં અધ્ધરતાલ થઇને પડેલી છે. સંખ્યાબંધ ટીપી સ્કીમો હજુ ડ્રાફ્ટ લેવલે ધૂળ ખાઇ રહી છે. પરિણામે રાજકોટ શહેર અને તેની ભાગોળે વિકાસની જે ક્ષિતિજો છે તે રુંધાઇને પડી છે. શુક્રવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગતિશીલ ગુજરાતના એજન્ડા સાથે સૌરાષ્ટ્ર ઝોનની મિટિંગ માટે આવી રહ્યા છે ત્યારે આનંદીબેનને એક સવાલ છે કે, રાજકોટના વિકાસને રુંધતી પેન્ડિંગ ટી.પી. સ્કીમો ક્યારે ફાઇનલ થશે. રાજકોટ મહાપાલિકાએ અત્યાર સુધી 36 ટીપી સ્કીમની રચના કરી છે. પૈકી માત્ર 22 ફાઇનલ થઇ છે. 17 જેટલી ટીપી સ્કીમો સરકારના ટીપીઓ અને અમુક ગાંધીનગરમાં મંજૂરીની વાંકે અટકેલી છે. જ્યારે રૂડા(રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી)ની 17 ટીપી સ્કીમ પૈકી માત્ર 1 ફાઇનલ થઇ છે.

મનપાનાટીપીઓ અને સરકારી ટીપીઓનો બે દિવસ પહેલા ગાંધીનગરમાં ઉધડો લેવાયો

બેદિવસ પહેલા મુખ્યમંત્રી આનંદીબેનની અધ્યક્ષતામાં શહેરી વિકાસ સચિવ અલોરિયાએ મિટિંગ બોલાવી હતી. સમગ્ર ગુજરાતમાંથી મહાપાલિકાના અને સ્થાનિકકક્ષાએ સરકારે નિયુક્ત કર્યા હોય એવા ટીપીઓને બોલાવવામાં આવ્યા હતા. રાજકોટથી મનપાના ટીપીઓ એમ.ડી.સાગઠિયા અને સરકારી તમામ ટીપીઓને હાજર હતા. રાજકોટ અને રૂડા બન્નેની મોટી સંખ્યામાં ટીપી સ્કીમો હજુ પેન્ડિંગ જોઇને મુખ્યમંત્રી વધુ એક વખત ગુસ્સે થઇ ઉઠ્યા હતા.

રાજકોટ મનપાની આટલી ટીપી સ્કીમ પેન્ડિંગ

ટીપી સ્કીમ પેન્ડિંગ રહેવાથી શું નુકસાનω થાય?

^જ્યાં સુધી ટીપી સ્કીમ ફાઇનલ થઇ જાય ત્યાં સુધી જે મૂળ માલિક પાસેથી જમીન સંપાદન કરવામાં આવી હોય તેનો કબજો મળતો નથી. બીજુ કે, મનપાને મળવાપાત્ર કોમર્શિયલ અને રહેણાક હેતુના પ્લોટને વેચાણ કરી શકાતું નથી. પરિણામે મનપાને રૂડાને મોટું આર્થિક નુકસાન થાય છે. ડ્રાફ્ટ ટીપી સ્કીમવાળા વિસ્તારમાં રોડ સિવાઇ આનુસંગિક સુવિધાઓ સારી રીતે વિકસાવી શકાતી હોય લોકોને નાછુટકે ગિચતામાં જીવવું પડે છે. > બકુલરૂપાણી, (પૂર્વટાઉન પ્લાનર ઓફિસર)

રૂડાની આટલી ટીપી સ્કીમો પેન્ડિંગ છે

રૂડાની17ટીપી સ્કીમો પૈકી રાજકોટમાં ભળવાના છે કોઠારિયા અને વાવડીને સાંકળતી ટીપી નં.12, 13, 14 અને 15, મોટામવાને સાંકળતી ટીપી સ્કીમ નં.10, 16, 18 અને 19, ઘંટેશ્વર તરફની 36/3, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાછળના વિસ્તારની 20, 21