• Gujarati News
  • ચેનચાળા કરનારને ઠપકો દેનાર વિદ્યાર્થી પર હુમલો

ચેનચાળા કરનારને ઠપકો દેનાર વિદ્યાર્થી પર હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રણછોડનગરઅાશ્રમ પાસે પારૂલ બગીચામાં બુધવારે રાતે યુવતીઓ સામે કામુક,બીભત્સ હરકત કરી રહેલા શખ્સને ઠપકો આપનાર વિદ્યાર્થી ઉપર 3 શખ્સે છરીથી હુમલો કરી ઇજા કરી હતી. હુમલાખોરે પણ વિદ્યાર્થી સામે છરીથી હુમલો કર્યાની વળતી ફરિયાદ નોંધાવી હતી.

બેડીપરામાં સીતારામ શેરીમાં રહેતો અને ક્રાઇસ્ટ કોલેજમાં બીસીએસનો અભ્યાસ કરતો જેકીલ અશ્વિનભાઇ ડોડિયા બુધવારે રાતે પારૂલ બગીચામાં વોકિંગ કરવા ગયો હતો. ત્યારે વનરાજ નામના શખ્સે ભત્રીજો પેન્ટ ખોલીને બીભત્સ હરકત કરી રહ્યો હોવાથી તેને ઠપકો આપ્યો હતો. મુદ્દે વનરાજ લુણાગરિયા, ધવલ અને અજાણ્યા શખ્સે જેકીલ સાથે ઝઘડો કર્યા બાદ હુમલો કરીને સાથળમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. સામાપક્ષે વનરાજ પ્રવીણભાઇ લુણાગરિયાએ નોંધાવેલી વળતી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના ભત્રીજાને જેકીલ ધમકાવતો હોવાથી તેને ઠપકો આપવા જતાં જેકીલે છરીનો ઘા માર્યો હતો. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.