• Gujarati News
  • 7000 વિદ્યાર્થીઓ બનાવશે 4000 ફૂટની રેડ રિબિન

7000 વિદ્યાર્થીઓ બનાવશે 4000 ફૂટની રેડ રિબિન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

1ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ મનાવવામાં આવશે. રાજકોટ શહેરમાં એઇડ્સ પ્રિવેન્શન ક્લબ દ્વારા 27મી નવેમ્બરથી લોકોમાં જાગૃતિ આવે તે માટે અનેકવિધ કાર્યક્રમો યોજવાની શરૂઆત કરી દેવામાં આવી છે. 1 ડિસેમ્બરે 7000 વિદ્યાર્થીઓ અને 2000 વાલીઓ તેમજ શિક્ષકો અને સ્કૂલના સ્ટાફની મદદથી 4000 ફૂટની રેડ રિબિન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પી. ડી. માલવિયા કોલેજ ખાતે સોમવારે સાંજે 4 વાગ્યે વિશ્વની સૌથી મોટી રેડ રિબિન બનાવાશે. માટે લિમ્કા બુક અને ગિનિશ બુક વર્લ્ડ રેકોર્ડમાં પણ જાણકારી આપવામાં આવી હોવાનું ક્લબના ચેરમેન અરુણભાઇ દવેએ જણાવ્યું છે.

કાર્યક્રમોની વણઝાર

} 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસે એઇડ્સ પ્રિવેન્શન ક્લબ અને મનપાની આરોગ્ય શાખા દ્વારા વિવિધ કાર્યક્રમો

}29 નવેમ્બરે સવારે 8 વાગ્યે વિરાણી સ્કૂલમાં 1200 વિદ્યાર્થીઓ રેડ રિબિન બનાવશે જેમાં અાચાર્ય અને શિક્ષકો પણ હાજર રહેશે.

}30 નવેમ્બરે સાંજે 4 વાગ્યે રેસકોર્સ, બાલભવન, કિસાનપરા સામેના ગેટ પાસે 1000 ગેસના ફુગ્ગાની મદદથી હવામાં તરતી રેડ રિબિન આકાશમાં ઉડાડાશે.

}1 ડિસેમ્બરે બપોરે 4 વાગ્યે પી. ડી. એમ. કોલેજમાં સર્વોદય સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો 4000 ફૂટની રેડ રિબિન બનાવશે.

\\\"અમને આપો એઇડ્સ વગરની દુનિયા\\\' : પંચશીલ સ્કૂલમાં ધો.1ના 300 બાળકોએ ગુરુવારે સાંજે કેન્ડલ લાઇટની મદદથી જનજાગૃત્તિ માટે એઇડ્સની રિબીન બનાવી હતી.

શિક્ષકો િવદ્યાર્થીઓનેમદદ કરશે

400

િવદ્યાર્થીઓ િવરાણીસ્કૂલમાં રિબીન બનાવશે

1200

ગેસના ફૂગ્ગાથીહવામાં તરતી રેડ રિબીન બનાવાશે

1000

વાલીઓ રેકોર્ડબનાવવા માટે યોગદાન આપશે

2000