• Gujarati News
  • ડબ્બામાં વધુ ત્રણ ઢોરનાં મોત, અધિકારી સામે FIR

ડબ્બામાં વધુ ત્રણ ઢોરનાં મોત, અધિકારી સામે FIR

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મનપાનાઢોર ડબ્બામાં વધુ ત્રણ વાછરડાનાં મોત થયા છે. જીવદયા પ્રેમીએ ત્રણ વાછરડાનાં મોત માટે કન્ઝર્વન્સી શાખાના અધિકારી નિલેષ પરમારને કસૂરવાન ઠેરવીને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઢોર ડબ્બામાં પશુઓને ગોંધીને પૂરવામાં આવે છે, પૂરતું પાણી કે નિરણ નાખવામાં આવતું નથી ફરિયાદ છેલ્લા ઘણા સમયથી ઊઠી રહી છે. થોડા દિવસો પહેલા ગૌ રક્ષા સમિતિના કાર્યકરોએ ડબ્બામાં સ્ટિંગ ઓપરેશન કરતા પશુના ત્રણ મૃતદેહ મળ્યા હતા. પૈકી એક મૃત વાછરડાને માલધારીઓ છકડો રિક્ષામાં લઇને કચેરીએ આવ્યા હતા.

ડબ્બામાં પશુના શંકાસ્પદ રીતે મોત થવાની ફરી એકવખત ઘટના બની છે. ત્રણ વાછરડા મૃત્યુ પામ્યા છે. બનાવની જાણ નિરજંનભાઇ આચાર્ય નામના એક જીવદયાપ્રેમીને થતાં તેમણે વાછરડાના મૃત્યુ પાછળ મનપાના અધિકારી નિલેષ પરમારને જવાબદાર ઠેરવ્યા છે.

પશુ પ્રત્યે ઘાતકીપણું વર્તાવ કરવાના ગુનાસર અધિકારી નિલેષ પરમાર સામે આઇપીસી કલમ 429 અને જીપીએક્ટ 119 મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.