• Gujarati News
  • ધોરણ 12 પાસ બોગસ તબીબ પકડાયો

ધોરણ 12 પાસ બોગસ તબીબ પકડાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનજીકની મેટાડો જીઆઇડીસીના ત્રીજા ગેઇટ પાસે આવેલા સ્ટાર કોમ્પલેક્સમાં ખોડિયાર ક્લિનીલના નામથી દવાખાનુ ચલાવતો ધોરણ 12 પાસ રવજી હરી પટેલ નામનો બોગસ તબીબ પકડાયો હતો. રવજી પટેલ રાજકોટના યુનિવર્સિટી રોડ આવેલા નંદભુમી એપાર્ટમેન્ટમાં રહેતો હોવાનું અને છેલ્લા સાત વર્ષથી દવાખાનું ચલાવતો હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યું છે. દવાખાનામાંથી સગર્ભાને ચેક કરવાની કીટ,દવા, ઇન્જેક્શન, બાટલા, સહિતની સામગ્રી પણ મળી આવી હતી. બોગસ તબીબે અત્યાર સુધી અનેક દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કર્યા છે. રવજી પટેલ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.