• Gujarati News
  • 100 યુગલો 7મી ડિસે. લગ્નગ્રંથિથી જોડાશે

100 યુગલો 7મી ડિસે. લગ્નગ્રંથિથી જોડાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારાસભ્યઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા આગામી 7મી ડિસેમ્બરના રોજ રાજકોટ ખાતે સર્વધર્મ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. સમૂહલગ્નમાં 100 યુવક યુવતીઓ લગ્નગ્રંથિથી જોડાશે. રેસકોર્સ ખાતે યોજાનાર ઉપરોક્ત કાર્યક્રમમાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. સમૂહલગ્નના આયોજન માટે તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

લગ્નવિધિ પરંપરાગ રીતે કરવામાં આવશે. જાનૈયાઓ અને માંડવીઓનું સ્વાગત ગુજરાતની લોકસંસ્કૃતિમાં વણાયેલા લગ્નગીતોથી તથા બેન્ડવાજાથી કરવામાં આવશે. સમૂહલગ્ન દરમિયાન જનઉપયોગી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે. કન્યાઓને ફ્રિઝ, ટીવી, સિલાઇ મશીન, સોના ચાંદીના આભૂષણો સહિત 75થી વધુ વસ્તુઓ કરિયાવરરૂપે આપવામાં આવશે. હિન્દુ સમાજના 82 નવદંપતીઓ અને 18 મુસ્લિમ નવદંપતીઓને તેઓના ધર્મ મુજબ લગ્ન કરી અપાવવામાં આવશે.

ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ દરમિયાન નિ:શુલ્ક સર્વરોગ આયુર્વેદિક નિદાન તથા બ્લડ ડોનેશનસ કેમ્પ સવારે 10 થી 1 યોજાશે. જેમાં ડાયાબિટીસ, હૃદયરોગ, બ્લડપ્રેસર સહિતના જુદા જુદા રોગમાં આયુર્વેદના તબીબો સેવા આપશે.સેવાયજ્ઞના માર્ગદર્શક ડો.રાજેન્દ્ર મહેતા, ડી.વી.મહેતા રહેશે. સર્વધર્મ લગ્નોત્સવ આયોજન કમિટીના જણાવ્યા મુજબ સમૂહલગ્નના આયોજન માટે શહેરના અનેક શ્રેષ્ઠીઓનો સહયોગ સાંપડ્યો છે. બન્ને ધર્મના 28 જ્ઞાતિના 100 યુવક યુવતીઓ લગ્નોત્સવમાં જોડાઇ માનવધર્મનો સંદેશો આપશે તેમ જાવેદ જુનેજાએ જણાવ્યું હતું.