• Gujarati News
  • પી.ડી.એમ. કોલેજકેમ્પસ સ્થિત સર્વોદય સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો દ્વારા રાષ્ટ્રીય સફાઇ અભિયાનન

પી.ડી.એમ. કોલેજકેમ્પસ સ્થિત સર્વોદય સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો દ્વારા રાષ્ટ્રીય સફાઇ અભિયાનના સહભાગી થયા હતા. બાળ દિને ગોંડલ રોડ પર શિવનગર વિસ્તાર અને મંદિરની અંદર, આજુબાજુમાં સફાઇ કરી...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ઇન બોક્સ

પી.ડી.એમ. કોલેજકેમ્પસ સ્થિત સર્વોદય સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો દ્વારા રાષ્ટ્રીય સફાઇ અભિયાનના સહભાગી થયા હતા. બાળ દિને ગોંડલ રોડ પર શિવનગર વિસ્તાર અને મંદિરની અંદર, આજુબાજુમાં સફાઇ કરી હતી. વૃક્ષોના થડને ગેરૂ રંગથી રંગીન બનાવવામાં આવ્યા હતા. લોકોને સ્વચ્છતા મહત્ત્વ વિશે વિદ્યાર્થીઓએ જાણકારી આપી હતી.

સફાઇમાં જોડાતી સર્વોદય શાળા

યુવક સેવાઅને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્યકક્ષાની અન્ડર-17 જૂડો સ્પર્ધામાં કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલયની મહિલા સ્પર્ધકોએ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. અલ્પા વાઢેર, રિશિતા કારેલિયા, સપના નાયકર પ્રથમ ક્રમે વિજેતા થઇ રાષ્ટ્રીયકક્ષાએ પસંદ થઇ હતી. વ્રજભૂષણ રાજપૂત, મયૂરી પટેલ તાલીમ આપી હતી. સોનલબેન શાહે જણાવ્યું હતું.

જૂડોમાં રાજ્યકક્ષાએ પ્રથમ

ખેતીવાડી ખાતાનાપેન્શનર્સ એસોસિએશન રાજકોટ દ્વારા સ્નેહમિલન યોજાયું હતું. અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના સ્વામી અપૂર્વ સ્વામી અને તીર્થ સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જીવનમાં મિલન, મહિમા, મદદ, માફી પર તથા નિવૃત્તિમાં પ્રવૃત્તિમાં રહી જીવન જીવવા પર બન્ને સ્વામીજીએ પ્રવચન આપ્યું હતું. બી.જે.જાડેજાને શાલ ઓઢાડી સન્માન કરવા સાથે વર્ષ 2014ની સભાસદ ડિરેક્ટરીનું વિમોચન કરાયું હતું.

ખેતીવાડી પેન્શ. એસો.નું સંમેલન

રઘુવંશી મહિલામંડળ દ્વારા સભ્ય બહેનો માટે સ્નેહમિલન, ટેલેન્ટ શો યોજાયો હતો. કાર્યક્રમમાં બહેનોએ નારી અસ્મિતા, ટ્રાફિક પોલીસ, કન્યા કેળવણી, સ્ત્રીભ્રૂણ હત્યા, સફાઇ અભિયાન, થેલિસિમિયા નાબૂદી વગેરે વિષય પર કૃતિ રજૂ કરી હતી. ડો.હર્ષદભાઇ ખખ્ખર, ડો.રતુભાઇ શિંગાળા, ઇન્દિરાબેન નાગ્રેચા, કલાબેન ખખ્ખર, જશુમતીબેન વસાણીના હસ્તે વિજેતાઓને ઇનામ અપાયા હતા.

રઘુવંશી માટે ટેલેન્ટ શો યોજાયો

વિદ્યાર્થીઓને બેંકમાંથતી કામગીરી વિશે જાણકારી આપવા ક્રિષ્ના સ્કૂલ દ્વારા પ્રાયમરી વિભાગના વિદ્યાર્થીઓ માટે બેંકની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. સંબંધી બેંકના મેનેજર તથા કર્મચારીઓએ બેંકમાં થતી નાણાકીય વ્યવહાર, ચેક જમા કરવા, નવું ખાતુ ખોલાવવા, પૈસા ટ્રાન્સફર કરવા, સ્લીપ બુકમાં કેવી રીતે વિગત ભરવી જેવી બાબતોની વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી. શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું.

છાત્રોએ બેંકની મુલાકાત લીધી

ભાવનગર શિશુમંદિરદ્વારા શાળા ખાતે બુધસભાના સંસ્થાપક પ્રા.તખ્તસિંહજી પરમારના 95માં