• Gujarati News
  • સિવિલમાં 26 કલાક સુધી નિદાન થઇ શક્યું નહીં, અંતે દર્દીએ દમ તોડી દીધો

સિવિલમાં 26 કલાક સુધી નિદાન થઇ શક્યું નહીં, અંતે દર્દીએ દમ તોડી દીધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ. રાજકોટ

સૌરાષ્ટ્રનાપાટનગર રાજકોટને એઇમ્સ મળે તેવી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી માગ ઊઠી છે તેનું કારણ પણ સ્પષ્ટ છે કે સૌરાષ્ટ્રનું પાટનગર હોવા છતા રાજકોટ તબીબી ક્ષેત્રે પછાત રહ્યું છે, સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ આવે છે, પરંતુ સારવારના નામે મીંડુ હોય તેવી સ્થિતિ છે. રાજકોટના એક દર્દીને દાખલ થયાના 26 કલાક વીતી જવા છતા તેમને શેની તકલીફ છે તે તબીબો નક્કી કરી શક્યા નહોતા અને અંતે દર્દીનું મોત નીપજ્યું હતું.

શહેરના બેડીનાકા ગંગેશ્વર મંદિર સામે રહેતા હરેશભાઇ દામજીભાઇ ચૌહાણ (ઉ.વ.54)ને કમરના મણકામાં દુખાવો ઉપડતા રવિવારે સવારે 8 વાગ્યે તેના ભાણેજ જયેશભાઇ ઝાલા સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં લઇ ગયા હતા. કમરમાં દુખાવો થતો હોવાને કારણે તેમને ત્યાંથી ટ્રોમા સેન્ટરમાં મોકલાયા હતા. ફરજ પરના તબીબે દર્દીને જોઇને કંઇ નહીં હોવાનું કહી જતાં રહેવાનું કહ્યું હતું, પરંતુ હરેશભાઇ જે રીતે પીડાતા હતા તે જોઇ તેના ભાણેજ જયેશભાઇએ તબીબ સાથે ઝઘડો કર્યો હતો અને અંતે તબીબે હરેશભાઇને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરી દીધા હતા.

આખો દિવસ અને રાત વીતી ગયા બાદ સોમવારે સવારે આઠ વાગ્યે ફરજ પરના ડોક્ટરે ચૌહાણ પરિવારને કહ્યું હતું કે, હરેશભાઇને માનસિક તકલીફ હોય તેવું લાગેછે, રૂમ નં.25માં લઇ જાવ, ચૌહાણ પરિવાર દર્દીને સ્ટ્રેચરમાં રૂમ નં.25 લઇને પહોંચ્યો ત્યારે ત્યાંના તબીબે દર્દીને માનસિક નહીં, પરંતુ તાવ જેવી તકલીફ હોવાનું કહી વોર્ડનં.7માં મોકલી આપ્યા હતા. મેડિસિન વિભાગ વોર્ડનં.7માં પહોંચેલા દર્દી હરેશભાઇ ચૌહાણને જોઇ વોર્ડના તબીબે ફરીથી ટ્રોમા સેન્ટરમાં મોકલી આપ્યા હતા. બે કલાક સુધી દર્દીની ફેંકાફેંકી થતી રહી. અંતે દસેક વાગ્યાના અરસામાં હરેશભાઇની તબિયત લથડી હતી. દર્દીની હાલત જોતા ટ્રોમા સેન્ટરના તબીબે તેમને ઇમરજન્સી રૂમમાં મોકલ્યા હતા. ઇમરજન્સી રૂમમાં પહોંચેલા હરેશભાઇ ચૌહાણને જોઇ ફરજ પરના ડો.ટાંકે તેમને મૃત જાહેર કર્યા હતા.

તબીબોની બેદરકારીને કારણે મૃત્યુ થયાનો આક્ષેપ

હરેશભાઇચૌહાણનેતબીબે મૃત જાહેર કરતા ચૌહાણ પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો. મૃતકના ભાણેજ જયેશભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, 26 કલાક વીતી ગયા હોવા છતા તબીબો નક્કી કરી શક્યા નહોતા કે હરેશભાઇ કઇ બીમારીથી પીડાઇ રહ્યા છે, ડોક્ટરની લાપરવાહને કારણે હરેશભાઇનું મૃત્યુ થયાનો આક્ષેપ કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં આવા અનેક કિસ્