• Gujarati News
  • ગંભીર, સેહવાગ, ભજ્જી સહિતના સ્ટાર ખેલાડીઓ આજથી રાજકોટમાં

ગંભીર, સેહવાગ, ભજ્જી સહિતના સ્ટાર ખેલાડીઓ આજથી રાજકોટમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયહઝારે ટ્રોફીની પ્રી-ક્વાર્ટર ફાઇનલ અને ક્વાર્ટર ફાઇનલની બબ્બે મેચ આગામી 19 અને 20મી નવેમ્બર દરમિયાન રાજકોટમાં રમાશે ત્યારે ગૌતમ ગંભીર, હરભજન અને વીરેન્દ્ર સેહવાગ સહિતના સ્ટાર ક્રિકેટરો રાજકોટમાં આજથી નિહાળવા મળશે. રણજી વન-ડેમાં દિલ્હી, મુંબઇ, પંજાબ, ગુજરાત, બેંગાલ, વિદર્ભ, ઓડિસા અને ગોવાની વન-ડે ટીમ રાજકોટમાં રમશે. મંગળવારે ગુજરાત, મુંબઇ, દિલ્હી અને પંજાબની ટીમના ખેલાડીઓ નેટ પ્રેક્ટિસમાં પરસેવો પાડશે.

વિજય હઝારે ટ્રોફી ઓલ ઇન્ડિયા નોક આઉટ સ્ટેજની ચાર વન-ડે મેચ રાજકોટમાં રમાશે. જેમાે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં 19મીએ ખંઢેેરી સ્થિત એસસીએ સ્ટેડિયમ પર દિલ્હી અને મુંબઇ અને રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર પંજાબ અને ગુજરાતની ટીમો વચ્ચે મુકાબલો જામશે, જ્યારે 20મીએ બંગાળ અને વિદર્ભની મેચ એસસીએ સ્ટેડિયમ ખંઢેરી ખાતે તેમજ ઓડિસા અને ગોવા વચ્ચેની મેચ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ રેસકોર્સ ખાતે રમાશે.

કાલથી હઝારે ટ્રોફીમાંના ચાર વન-ડે : આઠ રણજી ટીમોનો મુકાબલો

યજમાન સૌરાષ્ટ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ

પ્રિક્વાર્ટર અનેક્વાર્ટર ફાઇનલની મેચ રાજકોટમાં યોજાઇ રહી છે તયારે યજમાન સૌરાષ્ટ્ર ટૂર્નામેન્ટમાં પોતાનો કંગાળ દેખાવ જારી રાખીને બહાર ફંેકાઇ ગયું છે. અમદાવાદમાં ઝોનલ સ્તરે સૌરાષ્ટ્રએ હારની હેટ્રીક નોંધાવી હતી. છેલ્લી મેચ માંડ જીત્યું હતું.

ક્યા જાણીતા ખેલાડીઓની રમત માણવા મળશે

દિલ્હી:ગૌતમગંભીર, વીરેન્દ્ર સેહવાગ, ઉન્મુક્ત ચાંદ, આશિષ નેહરા

પંજાબ:હરભજનસિંઘ, યુવરાજ સિંઘ

મુંબઇ:વસીમજાફર, ધવલ કુલકર્ણી, અભિષેક નાયર

બંગાળ:લક્ષ્મીરતન શુક્લ, અશોક ડિન્ડા, મનોજ તિવારી