• Gujarati News
  • ગોંડલના વૃધ્ધને ખૂંટિયાએ ઢીંકે ચડાવતાં ઇજા

ગોંડલના વૃધ્ધને ખૂંટિયાએ ઢીંકે ચડાવતાં ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટહાથીખાના મેઇન રોડ પર જયરાજ મોટર ગેરેજ ધરાવતા ગુર્જર સુથાર કુરજીભાઇ પિતાંબરભાઇ ઘોરેચા (ઉ.વ.85) પુત્ર લલિતભાઇ તેમજ પરિવારજનો સાથે દોહિત્રીના કરિયાવરની ખરીદી કરવા ગોંડલ આવ્યા હતા. માંડવી ચોકમાં ટાવેરા ગાડીમાંથી નીચે ઉતરતા હડકાયા થયેલા ખૂંટિયાએ કુરજીભાઇને ઢીંકે ચડાવતા ગંભીર રીતે ઘવાયેલા પરિવારજનોએ પ્રાથમિક સારવાર માટે સરકારી દવાખાને ખસેડાયા હતા જ્યાં તેમને પગમાં ફ્રેક્ચર હોવાનું જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. સુથાર વૃધ્ધને અડફેટે લીધા બાદ હડકાયા ખૂંટિયાએ શાકમાર્કેટમાં મારૂતીકાર અને અન્ય લોકોને પણ ઢીંકે ચડાવ્યા હોવાનું લોકોએ જણાવ્યું હતું. બાદમાં ખૂંટિયો મોતને ભેટ્યો હતો.