• Gujarati News
  • 20 વર્ષની યુવતીની છરીના 25 ઘા ઝીંકી ગળું કાપી હત્યા

20 વર્ષની યુવતીની છરીના 25 ઘા ઝીંકી ગળું કાપી હત્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટથીવાંકાનેર જવાના રસ્તે વાંકાનેર બાઉન્ડ્રી નજીક પુલના છેડે ખેતરમાંથી અંદાજે વીસેક વર્ષની યુવતીની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવતા વાંકાનેર પોલીસનો કાફલો દોડી ગયો હતો. લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં યુવતીના શરીર પર 25 જેટલા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયાનું તેમજ ગળું કાપી નખાયાનું બહાર આવ્યું છે.

ઘટના અંગે વધુમાં વિગત આપતા પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વાંકાનેર બાઉન્ડ્રી નજીક પુલના છેડે એક અજાણી યુવતીની લાશ પડી હોવાના સમાચાર મળતા પી.એસ.આઇ. જાડેજા સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો.અને લાશનો કબજો લીધો હતો. લાશને પોસ્ટમોર્ટમ અર્થે પ્રથમ વાંકાનેર હોસ્પિટલે ખસેડાઇ હતી. જો કે, તબીબોએ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અંગેનો અભિપ્રાય આપતા રાત્રિના લાશને રાજકોટ સિવિલ હોસ્પિટલે લવાઇ હતી.

મોબાઇલ, સીમકાર્ડ અને ચાર્જર મળ્યું

જેસ્થળેથીયુવતીની ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી ત્યાં આસપાસમાં તપાસ કરવામાં આવતા પોલીસને ચાર સીમકાર્ડ, એક મોબાઇલ અને ચાર્જર મળી આવ્યા હતા. સીમકાર્ડ કોના છે, તેમજ જે મોબાઇલ મળ્યો છે તે એક્ટિવેટ કરાયા બાદ તે કોના નામે રજિસ્ટર્ડ થયો છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.