• Gujarati News
  • રાજકોટમાંથી વધુ 4 પિસ્તોલ મળી

રાજકોટમાંથી વધુ 4 પિસ્તોલ મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટપોલીસે ગેરકાયદે હથિયારો પકડવાની શરૂ કરેલ ઝુંબેશ અંતર્ગત સોમવારે વધુ ચાર પિસ્તોલ મળી આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. ચાર પૈકીને ત્રણ િપસ્તોલ તો તાજેતરમાં ફાયરીંગની ખોટી ફરિયાદ કરનાર આદીલે વેચી હોવાનું ખુલ્યું છે.

ખૂનકેસમાં પેરોલ ઉપર છૂટેલા અપરાધી આદિલ પાસેથી 8 પિસ્તોલ અને 10 કારતૂસ મળ્યા બાદ ગતરાતે તમામ પોલીસમથકના અધિકારી સ્ટાફે કરેલા સઘન કોમ્બિંગમાં પિસ્તોલ સાથે નામચીન શખ્સ અને 14 શખ્સ છરી સાથે પકડાયા હતા, જ્યારે આદિલની આકરી પૂછપરછમાં તેણે અનેક હથિયાર વેચ્યા હોવાનું ખૂલતા આદિલ પાસેથી શસ્ત્ર ખરીદનાર વધુ ચાર આરોપીને પોલીસે ઝડપી લઇ બે પિસ્તોલ,1 તમંચો અને 17 કારતૂસ કબજે કર્યા હતા. આમ પોલીસે 24 કલાકમાં 10 શસ્ત્ર, 27 કારતૂસ કબજે કર્યા છે. ગુનેગાર આદિલ રાજ્ય બહારથી શસ્ત્રો મગાવીને વેચવાનું સૌરાષ્ટ્રવ્યાપી નેટવર્ક ચલાવતો હોવાની પોલીસની શંકા વધુ મજબૂત બની છે. આદિલની પૂછપરછમાં વધુ હથિયાર કબજે થવાની પોલીસે આશા વ્યક્ત કરી હતી.

આદિલે રસૂલપરામાં રહેતા જાહિદ અબ્દુલ દલને બે અને બાબરિયા કોલોનીમાં રહેતા મહમદ સોઢાને એક પિસ્તોલ વેચી હોવાની માહિતી મળી હતી. દરમિયાન આદિલ પકડાયાની જાણ થતાં જાહિદ પાસેથી તમંચો,બે કારતૂસ ખરીદનાર જામનગરનો મહમદ ઉર્ફે કાળો બોદુ ખીરા તમંચો પરત કરવા આવ્યો ત્યારે પીઆઇ જાડેજા સહિતના સ્ટાફે તેને ઝડપી લઇ તમંચો,કારતૂસ કબજે કર્યા હતા તેમજ એરપોર્ટ રોડ ઉપર પત્રકાર સોસાયટીમાં રહેતા અને જામગનર રોડ ઉપર શુકુન નામથી જમીન, મકાન,કાર લે-વેચનો ધંધો કરતા હાજી મહમદ જીવા પરમારને દેશી પિસ્તોલ અને 10 કારતૂસ સાથે ઝડપી લેવાયો હતો. હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ પોલીસે આદિલની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળવી આકરી પૂછપરછ શરૂ કરી છે.

પિસ્તોલ સાથે એક, છરી સાથે 14 પકડાયા

આદિલપાસેથી8 પિસ્તોલ મળ્યા બાદ જોઇન્ટ કમિશનર રાવે તમામ પોલીસ મથકના અધિકારીને શસ્ત્રો શોધી કાઢવા કોમ્બિંગનો આદેશ કર્યો હતો. કોમ્બિંગ દરમિયાન એસઓજીના પીઆઇ ડી.વી.બસિયા, ફોજદાર એમ.એન.રાણા સહિતના સ્ટાફે પેડક રોડ ઉપર કનૈયા નામની ઓફિસ ધરાવતા ભરવાડ શ્યામ રામભાઇ મકવાણાને પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. કોમ્બિંગ દરમિયાન પોલીસે શ્યામના સાગરીત મનોજગીરીને પણ છરી સાથે ઝડપી લીધો હતો. અલગ અલગ વિસ્તારમાંથી કુલ 14 શખ્સને છરી સાથે ઝડપી લીધા હતા. પિસ્તોલ સાથે પકડાયેલો શ્યામ ભરવાડ અગાઉ સાગરીત મનોજ સાથે ખૂન,ખૂનની કોશિશના ગુનામાં પકડાઇ ચ