• Gujarati News
  • હવે નવા મતદારોને પાનકાર્ડ જેવા ઇલેક્શન કાર્ડ અપાશે

હવે નવા મતદારોને પાનકાર્ડ જેવા ઇલેક્શન કાર્ડ અપાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા દરેક રાજ્યોને ચૂંટણીકાર્ડને પીવીસી કાર્ડમાં કનવર્ટ કરવા આદેશ

જીજ્ઞેશ વૈદ. રાજકોટ

હવેપછી દરેક નવા મતદારને લેમિનેશન વાળા ઇલેક્શન કાર્ડને બદલે પાનકાર્ડ જેવા પીવીસી કાર્ડ આપવામાં આવશે. ઇલેક્શન કમિશન દરેક રાજ્યોના ચૂંટણીપંચ દ્વારા નવા પ્રકારના ચૂંટણીકાર્ડ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડરો પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યના ચીફ ઇલેક્શન ઓફિસર અનિતાબેન કરવાલે જણાવ્યું હતું કે, ઇસીઆઇની સૂચના મુજબ નવા મતદારોને આપવામાં આવનાર ચૂંટણીકાર્ડને લેમિનેશનના બદલે પીવીસી કાર્ડમાં કનવર્ટ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છેે. ઇસીઆઇ દ્વારા દરેક રાજ્યોના ચૂંટણીપંચને પીવીસીના ચૂંટણીકાર્ડ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેના ભાગરૂપે ગુજરાતમાં પીવીસીના ચૂંટણીકાર્ડ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આગામી 2 થી 3 માસમાં પાનકાર્ડ જેવા ચૂંટણીકાર્ડ ઇસ્યૂ કરવાની કામગીરી શરૂ થઇ જશે તેમ જણાવવામાં આવ્યું છે.

રાજ્યના સીઇઓઅનિતાબેન કરવાલે જણાવ્યું હતું કે, પીવીસીમાં બનનારા નવા ચૂંટણીકાર્ડ માત્ર નવા મતદારોને અપાશે. જો કોઇ મતદારને તેના જૂના ચૂંટણીકાર્ડને બદલે નવા ચૂંટણીકાર્ડ જોતા હશે તો તેઓ તેનો ચાર્જ ભરીને નવા ચૂંટણીકાર્ડ મેળવી શકશે.

જૂના મતદારોએ નવા કાર્ડ માટે ચાર્જ ચૂકવવો પડશે

નવા ચૂંટણીકાર્ડમાંમતદારોના કલર ફોટોગ્રાફ્સ મુકાશે અને સંભવત: તેનો કલર પાનકાર્ડની જેમ બ્લ્યૂ રાખવામાં આવે તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે.

મતદારના કલર ફોટોગ્રાફ્સ મુકાશે