• Gujarati News
  • ઊનાળા પહેલાં વ્યવસ્થા થઈ જશે

ઊનાળા પહેલાં વ્યવસ્થા થઈ જશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદાનું પાણી મોડું મળ્યું અને પણ ઓછું

{ રાજકોટને ઉનાળામાં કેટલું નર્મદા નીર જોઇશે?

ઉનાળામાં210 એમએલડી જોઇશે. ઊનાળા સુધીમાં મળતું થઈ જશે.

{170 એમએલડી પણ મળતું નથી તો 210 કેમ મળશેω?

રાજકોટનેઆજી ઝોન પર 110 એમએલડી, રૈયાધાર ઝોન પર 50 એમએલડી અને ઇશ્વરિયા લાઇન પર 10 એમએલડી મળે છે. ઇશ્વરિયા લાઇન સાથે બીજી એક લાઇન જોડીને વધારાનું 30 એમએલડી મળશે.

ન્યારી ડેમ પર અસહ્ય ભારણ

શનિવારઅનેરવિવારે બે દિવસ અને સોમવારે નર્મદા નીર મોડું અને અપૂરતુ મળતા જેની હાલત પહેલેથી નાજુક છે એવા ન્યારી ડેમ ઉપર વધારાનું ભારણ નખાયું હતું. ત્રણ દિવસમાં ન્યારી ડેમમાંથી 60 લાખ ગેલન વધારાનું ઉલેચાયું હતું.

આજી-1 ડેમમાંહાલ 190 એમસીએફટી જથ્થો બચ્યો છે. આજીમાંથી રોજનું 3 એમસીએફટી પાણી ઉપાડ થઇ રહ્યો છે. વર્તમાન સ્થિતિ મુજબ બાષ્પીભવન સહિતના પરિબળોને ધ્યાનમાં રાખીને આજી ડેમમાં વધીને 63 દિવસ ચાલે તેટલું પાણી છે, જ્યારે ન્યારી-1 ડેમની હાલત પણ સારી કહી શકાય તેમ નથી. ન્યારી ડેમમાં હાલ 320 એમસીએફટી જથ્થો છે. તેમાંથી પણ રોજ 3 એમસીએફટી જથ્થો ઉપાડ થઇ રહ્યો હોય ગણતરીએ ન્યારીમાં 102 દિવસનું પાણી છે.

આજીમાં 63 દિવસ, ન્યારીમાં 106 દી’નું પાણી