• Gujarati News
  • ઇતિહાસ રચાયો, ડેમો ડૂક્યા છતાં પાણીકાપ નહીં

ઇતિહાસ રચાયો, ડેમો ડૂક્યા છતાં પાણીકાપ નહીં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર.રાજકોટ

રાજકોટનીવર્ષો જૂની કમનસીબી રહી છે કે, વર્ષ ગમે તેવું સારું જાય. આજી-ન્યારી છલકાય જાય, પણ વર્ષના અંતે તળિયું દેખાય એટલે પાણીકાપના કારમા દિવસો આવી જાય. કમનસીબી ભૂતકાળ બની જશે સ્વપ્ન સરકારે દેખાડ્યું છે હાલ ઘરઆંગણેના બન્ને જળાશયો પટમાં ફેરવાવા લાગ્યા છે એમ છતાં નર્મદા મૈયાએ રાજકોટવાસીઓને ઉગારી લીધા છે. જળાશયો તળિયાઝાટક હોવા છતાં દૈનિક પાણી વિતરણ ચાલુ રહ્યાનો મનપાનો 42 વર્ષનો ઇતિહાસ સર્જાયો છે.

રાજકોટની તરસ છીપાવવા માટે આજી, ન્યારી, લાલપરી-રાંદરડા અને ભાદર ડેમ ઘરઆંગણેના સ્થાનિક જળાશયો આધારરૂપ છે. ગત ચોમાસામાં જળાશયો અધૂરા રહ્યા હતા. પરિણામે વર્ષે ઉનાળો શરૂ થયો હતો પહેલાં તમામ જળાશયો ડૂકી ગયા. મુખ્ય જીવાદોરી એવા આજી અને ન્યારીનું પણ તળિયું દેખાઇ ગયું. આવી સ્થિતિ વચ્ચે રાજકોટ સંપૂર્ણપણે નર્મદા ભરોસે મુકાઇ ગયું છે. ખંભાળા-ઇશ્વરિયા લાઇનમાંથી વધારાનું 40 એમએલડી મળે માટે પાઇપલાઇન બિછાવવામાં આવી અને લાઇનમાંથી વધારાનું નર્મદા નીર મળવા પણ લાગ્યું છે. બુધવારે વધારાનું નર્મદાનું નીર તારણહાર બનીને રાજકોટમાં આગમન થતાં શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઇ વસોયા, સ્ટેન્ડિંગ ચેરમેન નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ મહામંત્રી કમલેશ મિરાણી, વોટરવર્કસ કમિટીના ચેરમેન કેતન પટેલ, ડે.મેયર ઉદય કાનગડ સહિતનાએ વધારાના નર્મદાનાં નીરનાં વધામણા કર્યા હતા.

અત્યાર સુધી રાજકોટને 180 થી 195 એમએલડી નર્મદા નીર મળતું હતું. આજી અને ન્યારીનું પાણી મળતું બંધ થઇ ગયા બાદ નર્મદા નીર 215 થી 220 એમએલડી મળે તો દૈનિક વિતરણના બે છેડા ભેગા થઇ શકે તેમ છે. હકીકતને ધ્યાનમાં રાખીને ખંભાળાથી ઇશ્વરિયા સુધી બે સમાંતર નવી પાઇપલાઇન(9 કિ.મી.મા) નાખવા રૂ.1.40 કરોડના ખર્ચે કામનો કોન્ટ્રાક્ટ અપાયા બાદ માત્ર 12 દિવસમાં કામ પૂર્ણ કરી નાખવામાં આવ્યું હતું. રાજકોટને હવેથી રોજ 220 એમએલડી નર્મદા નીર મળતું થઇ જશે. આજી અને ન્યારી સહિતના જળાશયો ખાલીખમ થઇ જવા છતાં દૈનિક પાણી વિતરણ ચાલુ રાખીને રાજકોટ મનપાએ 42 વર્ષમાં એક નવો ઇતિહાસ રચ્યો છે.

નર્મદા નીરના આગમન બાદ પદાધિકારીઓએ એકબીજાના મો મીઠા કરાવ્યા હતા.

મહાપાલિકાની ચૂંટણીઆડે હવે ગણતરીના મહિના બાકી છે. પૂર્વે ચાલુ મહિનામાં બે વોર્ડની પેટાચૂંટણી પણ આવી ગઇ. આવી સ્થિત વચ્ચે શાસકો માટે પાણી પ્રશ્ને કોઇ ડેમેજ ફેક્ટર બની જાય જરૂરી બની જતાં વધુ નર્મદા નીર માટે તાબડતોબ જે આયોજન થયું. ચૂંટણીનું વર્ષ હોય એટલા માટે પ્રજાના નસીબ ઉઘડી ગયા.

મનપાની ચૂંટણીનું વર્ષ હોય પ્રજાના નસીબ ઉઘડી ગયા

મવડી વિસ્તારમાં 10 કલાક મોડું પાણી વિતરણથી દેકારો

એકબાજુનર્મદાનાંનવાં નીરના વધામણા થયા હતા તો બીજીબાજુ સમયપત્રક હજુ પણ વેરવિખેર રહ્યું હતું. બુધવારે મવડી વિસ્તારની માઠી બેઠી હતી. વોર્ડ નં.13 અને 21ના અનેક વિસ્તારોમાં આઠથી દસ કલાક મોડું મળ્યું હતું. સવારે 8 વાગ્યાનો સમય હોય વિસ્તારોમાં બપોરે 3 વાગ્યા સુધી પાણી નસીબ થયું હતું. બુધવારથી નર્મદાનું 220 એમએલડી મળે તેના આગલા દિવસે 180 એમએલડી મળતા લાઇન ટ્રાન્સફરના વિલંબથી પ્રશ્ન સર્જાયો હોવાનું કારણ મનપામાંથી જાણવા મળ્યું છે.

એમએલડી નવીલાઇનમાંથી પાણી મળશે

40

1.40

40

220

15

260

કરોડના ખર્ચેખંભાળા-ઇશ્વરિયા લાઇન નખાઇ

એમએલડી ભાદરનોઆસરો લેવો પડશે

એમએલડી નર્મદાનુંજીવતદાન

લાખની રાજકોટનીજનસંખ્યા

એમએલડી રાજકોટનીકુલ જરૂરિયાત