• Gujarati News
  • હત્યાનો આરોપી ભાગી જવાના પ્રકરણમાં જમાદાર સસ્પેન્ડ

હત્યાનો આરોપી ભાગી જવાના પ્રકરણમાં જમાદાર સસ્પેન્ડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોધિકાતાલુકાના મેટોડા જીઅાઇડીસીમાં સગાભાઇની હત્યા કરવાના ગુનામાં પકડાયેલા સંતોષ પાસવાન નામના શખ્સને 15 દિવસ પહેલા મેડિકલ ચેકઅપ માટે ગોંડલની જેલમાંથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો ત્યારે પોલીસને ચકમો આપી સંતોષ પાસવાન સિવિલ હોસ્પિટલમાંથી નાસી છૂટ્યો હતો. જો કે લોધિકા પોલીસે તેને ગણતરીના કલાકોમાં ઝડપી લેતાં પોલીસની આબરૂ બચી ગઇ હતી. પ્રકરણમાં જિલ્લા પોલીસવડા ગગનદીપ ગંભીર દ્વારા તપાસના આદેશ કરાયા હતા, જેમાં કોટડાસાંગાણી પોલીસમથકના જમાદાર મોતીભાઇ નાજાભાઇ ચાવડા, ગોંડલ સિટી પોલીસ મથકના પોલીસમેન દીપક માલાભાઇ પરમાર અને મહેશ રતિલાલ બારોટની બેદરકારી ખૂલતા ત્રણેયને સસ્પેન્ડ કરી નાખવાનો હુકમ કરવામાં આવ્યો છે.