• Gujarati News
  • કાંગશિયાળી ખાતે થેલિસેમિક બાળકો માટે રક્તદાન કેમ્પ

કાંગશિયાળી ખાતે થેલિસેમિક બાળકો માટે રક્તદાન કેમ્પ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થેલિસિમિયા,કેન્સર, ડાયાલિસીસના દર્દીઓને નિ:શુલ્ક રક્ત પૂરું પાડવા માટે રિબડાના માજી સરપંચ જગતસિંહ જાડેજા દ્વારા પ્રતિ વર્ષની માફક વર્ષે પણ સ્વ. રામદેવસિંહ એમ. જાડેજાની સ્મૃતિમાં 18 મે સોમવારના ગોંડલ રોડ પરના કાંગશિયાળી ખાતે આવેલા સ્કોડા શો-રૂમ પર સવારના 6 થી બપોરના 2 વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પ યોજાશે.

કેમ્પમાં રાજકોટ, રિબડા, ગોંડલ, લોધિકા, કોટડાસાંગાણી, જેતપુર, વીરપુર, રામોદ, કાંગશિયાળી, ખાંભા, અરડોઇ સહિતના શહેરોમાંથી 3500 થી વધુ રક્તદાતાઓ ઊમટી પડશે. જગતસિંહ જાડેજા દ્વારા પ્રત્યેક માસે પ્રકારે રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે. કેમ્પ 29મો બ્લડ ડોનેશન કેમ્પ છે. પૂર્વે યોજાયેલા 28 કેમ્પનું રક્ત ગરીબ દર્દીઓને નિ:શુલ્ક પૂરું પાડવામાં આવ્યું છે. પોતાના જ્યેષ્ઠ ભ્રાતા સ્વ. રામદેવસિંહની સ્મૃતિમાં થેલિસિમિયા, કેન્સર, ડાયાલિસીસના દર્દીઓને જગતસિંહ જાડેજાએ દત્તક લીધા છે. અત્યાર સુધીમાં 71 હજારથી વધુ યુનિટ રક્ત એકત્ર કરનાર જગતસિંહ જાડેજા-માજી સરપંચ રિબડાનું વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા રક્ત ભામાશા રત્નાકર એવોર્ડ આપી તાજેતરમાં જાહેર સન્માન કરાયું હતું.

આટલાશહેરની બ્લડ બેન્કો જોડાશે

મહારક્તદાનકેમ્પમાં રાજકોટની સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્ક, નાથાણી બ્લડ બેન્ક, રેડક્રોસ બ્લડ બેન્ક, સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્ક, ગોંડલની આસ્થા બ્લડ બેન્ક, અમદાવાદ સિવિલની બ્લડ બેન્ક, કેન્સર તથા કિડની હોસ્પિટલ બ્લડ બેન્ક જોડાશે.