• Gujarati News
  • વકીલની સલાહ નિષ્ફળ જાય, પણ વડીલોના આશીર્વાદ નહીં

વકીલની સલાહ નિષ્ફળ જાય, પણ વડીલોના આશીર્વાદ નહીં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વકીલનીસલાહ નિષ્ફળ જઇ શકે છે, પરંતુ વડીલોના આશીર્વાદ કદાપી નિષ્ફળ જતાં નથી. સાધકને સંપત્તિ કરતા ચિત્ત સમાધિની કિંમત વધુ હોય છે તેમ સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે ગોંડલ સંપ્રદાયના પરમશ્રધ્ધેય ગુરુદેવ ધીરજમુનિ મહારાજેે પોતાના આગમન બાદ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું.

બુધવારે સવારે 6:30 વાગ્યે ગુરુદેવે વિરાણી પૌષધશાળાથી વિહાર કરીને સરદારનગર જૈન સંઘ ખાતે પહોંચ્યા ત્યારે સંઘ પ્રમુખ હરેશભાઇ વોરા કે. ટી. શાહ, મિલન મીઠાણી, મેહુલ દામાણી વગેરે યુવા આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. ગુરુદેવના આગમન સાથે સમરતબાઇ મહાસતીની 14મી પુણ્યતિથિ નિમિત્તે સમૂહ આયંબિલ યોજાયેલ જેમાં, 300 થી પણ વધુ શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા. તમામનું સન્માન કરવામાં આવ્યું હતું. 14 વર્ષની વયે દીક્ષા અંગીકાર કરનાર 80 વર્ષના દીક્ષાકાળ બાદ 94 વર્ષની વયે કાળધર્મ પ્રાપ્ત સમરતબાઇ મહાસતી 19 વર્ષ સુધી પ્રહલાદ પ્લોટમાં સંઘાણી ઉપાશ્રયે સ્થિરવાસમાં બિરાજ્યા હતા. તેઓ સદાય પ્રસન્ન ચિત્ત રહેતા. દુ:ખીયોના આધારસ્તંભ જેવા હતા. તેમનો જીવનમંત્ર હતો, દુ:ખ લગાડવું નહીં, સુખ દેખાડવું નહીં, સદાય વૃત્તિમાં વૈરાગ્ય અને પ્રવૃત્તિમાં વિવેક રાખવો.

આજથી આગમ વાચના

સરદારનગરઉપાશ્રયેગુરુવારથી શનિવાર સુધી 3 દિવસ માટે સવારે 7 થી 8 દરમિયાન ધીરજમુનિ મહારાજની નિશ્રામાં આગમ વાચના પ્રવચન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સ્થાનકવાસી જૈન મોટા સંઘ ભારતભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. બુધવારે ગુરુદેવના આગમન બાદ 9:30 થી 11:00 સુધી પૈસાદાર બનવું છે કે પુણ્યવાન તે વિષય પર પ્રવચન યોજાયું હતું.