એસિડ ગટગટાવનાર મહિલાનું મોત
રાજકોટ :શહેરના કોઠારિયા રોડ ઉપર તિરુપતિ સોસાયટીમાં કૈલાસ લક્ષ્મીદાસ સોલંકી (ઉ.વ.39) નામની મહિલાએ ગત 25મી સપ્ટેમ્બરના રોજ પોતાના ઘેર એસિડ ગટગટાવી લેતાં ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન રવિવારે તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસમથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આપઘાતનું કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવથી કડિયા પરિવારમાં કલ્પાંત મચી ગયો છે.