• Gujarati News
  • 17 વર્ષની ભાણેજ પર કૌટુંબિક મામા દ્વારા રિવોલ્વરની અણીએ દુષ્કર્મ

17 વર્ષની ભાણેજ પર કૌટુંબિક મામા દ્વારા રિવોલ્વરની અણીએ દુષ્કર્મ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનાલક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતી અને રમેશભાઇ છાયા ગર્લ્સ હાઇસ્કૂલમાં ધોરણ 12મા અભ્યાસ કરતી 17 વર્ષની વિદ્યાર્થિની પર તેના પોરબંદરમાં રહેતા મનસુખ ધોકાઇ નામના કૌટુંબિક મામાએ રિવોલ્વરની અણીએ દુષ્કર્મ કર્યા બાદ મોબાઇલ પર તેની વીડિયો ક્લિપ ઉતારી લઇ અવાર નવાર ક્લિપને નેટ પર મૂકી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ મહિલા પોલીસમથકમાં નોંધાઇ છે. પોલીસે પોરબંદરમાં ફાઇનાન્સનો ધંધો કરતા પૌઢ શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી ફરિયાદીના મમ્મીના મામીના ભાઇ થાય છે. બે વર્ષ પહેલા આરોપીએ ફરિયાદીને આટો મરાવવાના બહાને બસ સ્ટેશન પાસે આવેલી યશ હોટેલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું અને ઘરમાં કોઇને કહેતી નહીં, નહીંતર તારા મમ્મી પપ્પાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યાર બાદ છએક માસ પછી આરોપીએ ફરિયાદીના ઘરે આવી રિવોલ્વરની અણીએ દુષ્કર્મ આચર્યું હતું. સમયે ફરિયાદીના પિતા નોકરી પર અને માતા ઘરકામ માટે બહાર ગયા હતા. ત્યાર બાદ આશરે ત્રણ ચાર માસ પૂર્વે આરોપીએ ફરી હેવાનિયત આચરી હતી.

દિવાળીના આઠ-દસ દિવસ પહેલા પણ આરોપીએ દુષ્કર્મ આચરી તેની મોબાઇલમાં વીડિયો ક્લિપ ઉતારી હતી અને વીડિયો ક્લિપ ઇન્ટરનેટ પર મૂકી તને બદનામ કરી દેવાની ધમકી આપી હતી.

પ્રિન્સિપાલ અને શિક્ષિકાની જાગૃતિથી કિસ્સો પ્રકાશમાં આવ્યો

કૌટુંબિકમામાનીહેવાનિયતનો ભોગ બની ભાંગી પડેલી કિશોરી શાળામાં રડી પડતાં શિક્ષિકા સુનિતા મેડમે શું થયું છે તેમ પૂછતા સમગ્ર હકીકત જણાવી હતી. ત્યાર બાદ જૈનકન્યા શાળામાં ચાર પાંચ દિવસ આવતાં પ્રિન્સિપાલે તેમના પિતાને ફોન કરીને સમગ્ર વાત કરી હતી. આથી સ્કૂલે જવાના બદલે દરરોજ મામાની દીકરીના ઘરે ચાલી જતી વિદ્યાર્થિનીને તેના પિતા શાળામાં પ્રિન્સિપાલ લીનાબેન કારિયા પાસે લઇ આવ્યા હતા અને ત્યાર બાદ શિક્ષિકા પાસેથી સમગ્ર હકીકત જાણ્યા બાદ પ્રિન્સિપાલે સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલાની ઓફિસે પિતા અને પુત્રીને મોકલી આપ્યા હતા. ત્યાર બાદ સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓની સમજાવટના પગલે ભયથી ફફડતી કિશોરીએ ફરિયાદ નોંધાવી હતી.