• Gujarati News
  • કતલખાને ધકેલાતી 40 ભેંસોને બચાવાઇ

કતલખાને ધકેલાતી 40 ભેંસોને બચાવાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીંછિયાપોલીસનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે શંકાસ્પદ હાલતમાં પસાર થતી ત્રણ ટ્રકને અટકાવી તલાશી લેતાં 40 ભેંસો ઘાસચારા અને પાણીની વ્યવસ્થા વગર ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવતા પોલીસે હુસેન દાઉદ કારવા, ઝાકીર જમાલભાઇ કુરેશી (રહે.બન્ને નવાગઢ તા. જેતપુર) અને ઇમરાન હારૂન સુમરા તથા યુસુફ નાથાભાઇ ખાટકીની ધરપકડ કરી છે. પોલીસે પશુઓને રાજકોટ પાંજરાપોળના હવાલે ર્ક્યા છે. શખ્સો કેટલા સમયથી પશુઓને કતલખાને ધકેલવાનો ગોરખધંધો ચલાવતા હતા. તે વિશે પૂછપરછ શરૂ કરી છે. પંથકમાં અબોલ પશુઓને કતલખાને ધકેલવાના બનાવો વધતા જાય છે ત્યારે તંત્ર તાકીદે પગલા ભરે તે જરૂરી બન્યું છે.