• Gujarati News
  • મંદિરે જઇ રહેલા પ્રૌઢનું બાઇકની ઠોકરે કરુણ મોત

મંદિરે જઇ રહેલા પ્રૌઢનું બાઇકની ઠોકરે કરુણ મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના150 ફૂટ રિંગ રોડ પર વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. સોમનાથ સોસાયટીમાં રહેતા જેઠાભાઇ લાભશંકરભાઇ ભટ્ટ (ઉ.વ.65) સોમવારે સવારે 150 ફૂટ રિંગ રોડ પર મોદી સ્કૂલ નજીક આવેલા મંદિરે દર્શન કરવા જવા પોતાના ઘરેથી નીકળ્યા હતા અને મંદિર નજીક ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલા બાઇકે તેમને ઠોકરે લીધા હતા. બાઇકની ઠોકરથી પટકાયેલા પ્રૌઢને ગંભીર ઇજા થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટા જેઠાભાઇ ડિસ્પોઝેબલ ગ્લાસ અને ડિસનો વેપાર કરતા હતા. તેમનાં મોતથી તેમના ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. બનાવને કારણે ભારે અરેરાટી ફેલાઇ હતી. પોલીસે બાઇકચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.