• Gujarati News
  • બેકારીથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસ

બેકારીથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દૂધસાગરરોડ પરની ભગવતી સોસાયટીના હૈદરીચોકમાં રહેતા આરીફ કરીમભાઇ સોલંકી (ઉ.વ.32)એ બુધવારે સવારે પોતાના ઘરે પંખામાં ચૂંદડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. આરીફે ફાંસો ખાધો ત્યારે બાજુમાં રહેતા તેના સસરા હારૂનભાઇ જોઇ જતાં તેમણે બૂમાબૂમ કરતા પરિવારજનો દોડી ગયા હતા અને આરીફને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડયો હતો. ચાર ભાઇમાં મોટો આરીફ ફર્નિચરનું કામ કરી ગુજરાન ચલાવતો હતો, પરંતુ કેટલાક સમયથી કામ ધંધો બરોબર ચાલતો નહીં હોવાથી બેકારીથી કંટાળી પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.