• Gujarati News
  • અદાલતમાં આત્મવિલોપન કરવાની ચીમકી આપનાર યુવતીની અટકાયત

અદાલતમાં આત્મવિલોપન કરવાની ચીમકી આપનાર યુવતીની અટકાયત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામનાથપરાનાનવયુગપરામાં રહેતી યુવતીએ બુધવારે કોર્ટમાં આત્મવિલોપનની ચીમકી આપી હતી જેના પગલે પોલીસે બુધવારે તેની અટકાયત કરી હતી. નવયુગપરામાં રહેતી મનીષા કરસનભાઇ સિંધવે (ઉ.વ.26) શ્રીકાંત ઓડ નામના શખ્સ સામે અગાઉ એ.ડિવિઝન પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. કેસમાં શ્રીકાંત ઓડ સતત ધમકી આપતો હોય તેના જામીન રદ કરવાની માગણી સાથે મનીષાએ કોર્ટમાં આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.

ચીમકીના પગલે બુધવાર સવારથી કોર્ટમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જોકે યુવતી ત્યાં પહોંચી નહોતી. પોલીસે મનીષાનો સંપર્ક કરી તેની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.