• Gujarati News
  • માવઠાની માઠી, ચણા અને બેસનના ભાવમાં ઉછાળો

માવઠાની માઠી, ચણા અને બેસનના ભાવમાં ઉછાળો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સપ્તાહમાંં ચણાદાળમાં 300, ચણા-બેસનમાં 200 વધ્યા

બિઝનેસ રિપોર્ટર. રાજકોટ

સૌરાષ્ટ્રસહિત દેશના અનેક ભાગોમાં કમોસમી વરસાદથી ખેતરમાં ઊભા પાકને વ્યાપક નુકસાની થઇ હતી. જેના કારણે ખાદ્ય પદાર્થના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ભાવ વધારા સાથે ક્વોલિટી નબળી મળે છે. અન્ય રાજ્યમાં પણ ચણાનો પાક બગડી ગયો છે. જેથી સૌરાષ્ટ્રમાં માલની આવક નહીં થતાં અને મિલો દ્વારા મોટા પ્રમાણમાં ખરીદી થતાં ચણા, બેસન અને ચણાદાળના ભાવ વધી રહ્યા છે.

સપ્તાહમાં ચણા અને બેસનમાં રૂ. 200 તેમજ ચણાદાળમાં રૂ.300નો ઉછાળો જાેવા મળ્યો છે. બુધવારે ચણામાં રૂ. 100 વધી ભાવ 3850 - 3900, ચણાદાળમાં રૂ.200 સુધરી ભાવ 4500 - 4550 તેમજ બેસનમાં રૂ. 50 વધી ભાવ 3350 - 3400 થયો હતો. માલની અછતના કારણે ભાવમાં વધારો થઇ રહ્યો છે. રાજકોટ યાર્ડમાં ચણાના ભાવ 695-795, જસદણમાં 700-800, જૂનાગઢમાં 600-775ના ભાવે કામકાજ થયા હતા.