• Gujarati News
  • ફાંસો ખાઇ યુવકે જીવાદોરી કાપી નાખી

ફાંસો ખાઇ યુવકે જીવાદોરી કાપી નાખી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાંસો ખાઇ યુવકે જીવાદોરી કાપી નાખી



જામનગરરોડ પર શેઠનગરની બાજુમાં સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા શરદભાઇ બાલુભાઇ રાજાએ (ઉ.વ.35)એ શુક્રવારે રાત્રે પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો.

બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, શરદભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં બે પુત્રી છે. શરદભાઇએ સુસાઇડનોટમાં લખ્યું હતું કે, કમર અને પગના દુખાવાથી કંટાળી પોતે પગલું ભરે છે. બનાવથી યુવાનના અંતિમ કૃત્યથી રાજા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.