• Gujarati News
  • કવાટર્ર મેળવનાર ૧૪ લાભાર્થીઓએ યેનકેન પ્રકારે ફરી આવાસ મેળવી લીધા

કવાટર્ર મેળવનાર ૧૪ લાભાર્થીઓએ યેનકેન પ્રકારે ફરી આવાસ મેળવી લીધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનામાં વીડિયોગ્રાફી તથા ફોટોગ્રાફી વરચે કમ્પ્યુટરરાઇઝ્ડ સિસ્ટમથી ડ્રો કરવા છતાં ૧૫ જેટલા લાભાર્થીઓ ખોટો લાભ મેળવી ગયાની વિગતો પ્રકાશમાં આવતા તેમના કવાટર્રની ફાળવણી રદ્દ કરી નાખવામાં આવી છે.
કોર્પોરેશનના ડેપ્યુટી મેયર વિનુભાઇ ધવા અને આવાસ યોજના શાખાના મહેતાએ જણાવ્યું હતું કે, આવાસ યોજનાના કવાટર્રના શંકાસ્પદ લાભાર્થીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં, ૧૪ અરજદારોના પરિવારના અન્ય સભ્યોને ભૂતકાળમાં આવાસ યોજનાના કવાટર્ર ફાળવવામાં આવ્યાની વિગતો બહાર આવી હતી. નિયમાનુસાર એક પરિવારને એક વખત કવાટર્રની ફાળવણી કરાયા બાદ અન્ય આવાસ યોજનામાં બીજી વખત કવાટર્ર આપી શકાય નહીં. આથી, આ ૧૪ લાભાર્થીઓની કવાટર્રની ફાળવણી તાત્કાલિક અસરથી રદ્દ કરી નાખવામાં આવી છે.જયારે, એક લાભાર્થીએ ખોટું બીપીએલ કાર્ડ રજૂ કરી કવાટર્ર મેળવી લીધાનું બહાર આવતા તેને કરાયેલી કવાટર્રની ફાળવણી પણ રદ્દ કરી નાખવામાં આવી છે. દરમિયાન મનપાનો છબરડો હતો કે કોઇના ઇશારે થયેલી કામગીરી તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
૨૯૩ કવાટર્રનો એક માસમાં ડ્રો યોજવા તાકીદ
ડેપ્યુટી મેયર વિનુભાઇ ધવાએ ગુરુવારે આવાસ યોજનાના સ્ટાફની બેઠક બોલાવી હતી. જેમાં, બાકી રહેતા ૨૯૩ કવાટર્રનો ડ્રો એક મહિનામાં યોજવા અને ૩૦૧૨ કવાટર્રના બાકી રહેતા દસ્તાવેજો કરી આપવા સૂચના આપી હતી. તેમજ, રદ્દ કરાયેલા ૧૫ કવાટર્ર અન્ય અરજદારોને ફાળવવા જણાવ્યું હતું.