• Gujarati News
  • કાશ્મીરમાં ૮૭ ગુજરાતીઓ સંપર્ક વિહોણા

કાશ્મીરમાં ૮૭ ગુજરાતીઓ સંપર્ક વિહોણા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૮૭ ગુજરાતીઓ કયાંના છે?

જમ્મુ-કાશ્મીરમાં ભારે પૂર આવતા ૮૭ જેટલા ગુુજરાતીઓ ફસાયા છે. જો કે તેમાંથી કેટલાક ગુજરાતીઓ બાયએર ગુજરાતમાં આવી ગયા છે, જયારે કેટલાક હજુ જમ્મુમાં હોટેલમાં રોકાયા છે. જમ્મુમાં સ્થિતિ ચિંતાજનક નથી, પણ કાશ્મીર વેલીમાં ૮૭ જેટલા ગુજરાતીઓ ફસાયા છે અને ત્યાં પૂરની ભયાનકતા વધારે નથી તેમનો સંપર્ક થઇ શકયો નથી તેમ સરકારના સત્તાવાર સૂત્રોનું કહેવું છે. રાજયના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તેમના સંપર્કમાં છે અને તેઓ તેમને મદદ કરવાનો પ્રયાસ કરે છે.
રાજય સરકારે કેદારનાથની ઘટનામાંથી બોધપાઠ લઇને કુદરતી આપત્તિ વખતે ગુજરાતીઓ કયાંય ફસાય તો તાત્કાલિક તેમને રાહત મળે તેવા પ્રયાસો હાથ ધરે છે. જમ્મુ-કાશ્મીરમાં પૂર ફરી વળતા ગુજરાત સરકારે તમામ જિલ્લા કલેકટરોને તેમના વિસ્તારના કેટલા ગુજરાતીઓ જમ્મુ-કાશ્મીરમાં ફસાયા છે તેનો અહેવાલ માંગ્યો હતો. આ અહેવાલ આવી ગયો છે અને તેમાં ૮૭ ગુજરાતીઓ કાશ્મીર વેલીમાં ફસાયા છે તેવું રાજય સરકારના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. જયારે ૮૦ ગુજરાતીઓ જમ્મુમાં ફસાયા હતા, પણ સ્થિતિ સુધરતા તેમનો સંપર્ક થઇ શકયો છે અને તેઓ સલામત છે. આ ૮૦ પૈકી લોકો ખેડાના હતા અને તેમાંથી ૧૫ નાગરિકો પરત આવી ગયા છે, બાકીની ત્યાં સલામત છે તેમ રાજય સરકારના સત્તાવાર સૂત્રોનું કહેવું છે. કાશ્મીર વેલીમાં ભારે પૂરને કારણે વીજળીનો પુરવઠો ખોરવાયો હોવાથી કોઇનો સંપર્ક થઇ શકતો નથી, સ્થાનિક કંટ્રોલ રૂમ પણ ચાલતો ન હોવાનું ગુજરાત સરકારના સત્તાવાર સૂત્રોનું કહેવું છે. તેમના કહેવા પ્રમાણે ૮૭ લોકોનો સંપર્ક કરવાના પ્રયાસો થઇ રાા છે. નવસારીના રોડ કોન્ટ્રાકટર જે.સી.ગાંધી તથા તેના પરિવારના પાંચ જણાં પહેલગામની ગ્રાન્ડ મુમતાઝ હોટલમાં ફસાઈ ગયા હતા. શનિવારની સાંજથી તેમનો સંપર્ક થઈ શકયો ન હતો.
ગાંધીનગર
જે ૮૭ ગુજરાતીઓ કાશ્મીર વેલીમાં સંપર્ક વિહોણા છે તેમાં આણંદના સાત, ભાવનગરના એકત્રીસ, અમદાવાદ-ગાંધીનગરના બાર, જામનગરના બે, મોરબીના સાત, રાજકોટના ૩૬ વ્યકિતઓ છે. નવસારીના બે પરિવારો શ્રીનગર અને પહેલગામમાં સલામત છે તેવા અહેવાલો પણ સરકારને મળ્યા છે, સંપર્ક વિહોણા ૮૭ ગુજરાતીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ થઇ રાો છે.
સબ સલામત હોવાનો ઇમેલ આવ્યો
છઠ્ઠી સપ્ટેમ્બરે સાંજે રાજકોટના તમામ સહેલાણીઓનો સંપર્ક તૂટતાં ૩૬ પ્રવાસીઓ અને લકઝરી બસના ચાલક-કલીનર સહિત ૪૦ જેટલા લોકો સંપર્ક વિહોણા બન્યા હતા. ટૂર સંચાલક