• Gujarati News
  • જો કે આજીડેમ હજુ પણ પોણા ભાગનો ખાલીખમ છે

જો કે આજીડેમ હજુ પણ પોણા ભાગનો ખાલીખમ છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જો કે આજીડેમ હજુ પણ પોણા ભાગનો ખાલીખમ છે

રાજકોટને પાણી પૂરું પાડતા ઘરઆંગણાના જળાશયોમાં મેઘરાજા ધીમીગતિએ પ્રાણ પૂરી રાા છે. છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ભાદર-૧ ડેમમાં વધુ સવા ફૂટ જયારે આજી-૧ ડેમમાં ૦.૩૦ ફૂટ સપાટી વધી છે. ભાદર ડેમમાં તો રાજકોટને વર્ષ આખું ચાલે તેટલું પાણી આવી ચૂકયું છે, પરંતુ આજીડેમની ચિંતા હજુ ચિંતાજનક જ છે. ડેમ પોણાભાગનો ખાલી પડયો છે.
રવિવારે એક દિવસ વરાપ રાા બાદ છેલ્લાં ચોવીસ કલાકથી ફરી વરસાદી માહોલ બંધાયો છે. ડેમના સ્ત્રાવ વિસ્તાર અને ઉપરવાસમાંથી થતી આવકમાં ભાદર-૧ ડેમમાં વધુ સવા ફૂટ નવાં નીર આવ્યા છે. ૩૪ ફૂટની સપાટી ધરાવતો ભાદર ડેમ ૨૪.૬૦ ફૂટે પહોંચી ગયો છે. જયારે ૨૯ ફૂટની સપાટી ધરાવતા આજી-૧ ડેમમાં ૧૪.૨૦ ફૂટ પાણી છે. જો કે આજી ડેમનો ધેરાવો રકાબી પ્રકારનો હોય સપાટીની ¼ષ્ટિએ ૧૪.૨૦ ફૂટ ભલે પહોંચી ગયો હોય, પરંતુ ડેમ હજુ પણ પોણાભાગનો ખાલી છે. બીજીબાજુ ન્યારી-૧ ડેમમાં વધારાની કોઇ આવક થઇ નથી. ૨૧.૮૦ ફૂટની સપાટી ધરાવતો ન્યારી-૧ ડેમ ૧૨.૫૦ ફૂટે છે. સ્થાનિક સોર્સમાં એકમાત્ર ભાદર-૧ ડેમની જ સ્થિતિ સારી છે.