• Gujarati News
  • સરધારના યુવાનનો ઝેરી દવા પી આપઘાત

સરધારના યુવાનનો ઝેરી દવા પી આપઘાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરધારમાં રહેતાં વસંતભાઇ પરષોત્તમભાઇ કાશીપરા (ઉ.વ.૩૫)એ ગુરુવારે રાત્રિના ગામની સીમમાં ઝેરી દવા પી લેતાં તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ દોડી ગઇ હતી અને આપઘાતનું કારણ જાણવાની તજવીજ શરૂ કરી હતી. યુવાન પુત્રના આપઘાતથી કાશીપરા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. દરમિયાન પોલીસે આપઘાતના આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.