• Gujarati News
  • 624 માલધારીઓનું રજિસ્ટ્રેશન, ઢોરની સંખ્યા કેટલી? મનપા અજાણ

624 માલધારીઓનું રજિસ્ટ્રેશન, ઢોરની સંખ્યા કેટલી? મનપા અજાણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાંથીઢોરની સમસ્યા જડમૂળથી ઉખેડી ફેંકવા મ્યુનિ. કમિશનરે જે કદમ ભર્યું છે તેનું પરિણામ ખરેખર આવશે કે કેમ ઢોર નોંધણી ઝુંબેશની જે હકીકત સામે આવી છે તેના પરથી અે સ્પષ્ટ છે. મંગળવારે ઢોર નોંધણી ઝુંબેશની અંતિમ મુદ્દત હતી. માત્ર 624 માલધારીઓએ રજિસ્ટ્રેશન ફોર્મ ભર્યા છે. માલધારીઓ પાસે કેટલા ઢોર છે અાંકડો મનપા હજુ મેળવી શકી નથી.

ઢોરને રાજકોટ બહાર ખદેડવા માટે એનિમલ હોસ્ટેલની યોજના બની છે. કોઠારિયા રોડ પર એક એનિમલ હોસ્ટેલ કાર્યરત થઇ ચૂકી છે. બાકીના ત્રણ સ્થળે બનવાની છે. એક મહિના સુધી ચાલેલી ઢોર નોંધણીની ઝુંબેશના અંતે માત્ર 624 માલધારીઓના રજિસ્ટ્રેશન ફોર્મ ભરાઇને આવ્યા છે. ફોર્મમાં માલધારી પાસે કેટલા ઢોર છે સંખ્યા હજુ સુધી જાણી શકાઇ નથી. પ્રક્રિયા ઓછામાં ઓછા 15 દિવસ સુધી ચાલશે અને પછી સ્થળ તપાસણી, ઢોરના કાન પર તેના માલિકની ઓળખ બતાવતું ટેગ લગાડવા સહિતની કામગીરીમાં હજુ ઓછામાં ઓછા દોઢથી બે મહિના નીકળી જશે તેવું કન્ઝર્વન્સી અધિકારી નિલેષ પરમારે જણાવ્યું હતું.

હવે સ્થળ તપાસણીની કામગીરી સોમવારથી શરૂ

જેમાલધારીએરજિસ્ટ્રેશન ફોર્મ ભર્યા છે તેમાં દર્શાવેલા ઢોરની સંખ્યા સાચી છે કે કેમ, જાણવા માટે સોમવારથી સ્થળ તપાસણીની કામગીરી શરૂ થવાની છે. જે માલધારી પાસે ઢોર રાખવાની પર્યાપ્ત જગ્યા નહીં હોય તેને માત્ર નજીકના ભવિષ્યમાં બનનાર એનિમલ હોસ્ટેલમાં ઢોર મોકલી દેવાની શરતે હંગામી પરમિટ આપવામાં આવશે.