• Gujarati News
  • ચંદનપાર્કમાં મકાન પર બે દિવસથી પથ્થરમારો: પોલીસ ફરિયાદ નથી લેતી

ચંદનપાર્કમાં મકાન પર બે દિવસથી પથ્થરમારો: પોલીસ ફરિયાદ નથી લેતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસની ઢીલી સામે લોકોમાં રોષ

શહેરમાં બેફામ બનેલી ગુંડાગર્દીને કાબૂમાં લેવાને બદલે પોલીસ આવા તત્ત્વોને પ્રોત્સાહન આપી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. ચંદનપાર્કમાં રહેતાં રામાનુજ પરિવારના મકાન પર બે દિવસથી પથ્થરમારો થતો હોવા છતાં પોલીસે માથાભારે તત્ત્વોને કાબૂમાં લેવાના પ્રયાસો કરવાને બદલે ફરિયાદ લેવાનું પણ ટાળતાં પોલીસ કામગીરી સામે લોકોમાં અનેક ચર્ચા શરૂ થઇ હતી.
રૈયારોડ પરના ચંદનપાર્ક શેરી નં.૩માં રહેતા હરીશભાઇ ડી. રામાનુજના ઘરે સોમવારે બપોરે ત્રણ વાગ્યે અચાનક પથ્થરમારો શરૂ થયો હતો. માથાભારે શખ્સોએ પથ્થરમારો કરી બારીના કાચનો કડૂસલો બોલાવી દીધો હતો. ઘટનાથી સ્તબ્ધ થઇ ગયેલા પરિવારજનો કંઇ સમજે તેપૂર્વે મંગળવારે સાંજે ૬.૩૦ વાગ્યે ફરીથી બાઇકમાં ધસી ગયેલા શખ્સોએ પથ્થરમારો મકાન પર કર્યોહતો.
સતત બે દિવસથી પથ્થરમારો થતાં મંગળવારે સાંજે રામાનુજ પરિવાર ઘરની બહાર દોડી આવ્યો હતો. હરીશભાઇ અને તેના પરિવારજનોએ પથ્થરમારો કરી બાઇકમાં ભાગેલા શખ્સોનો પીછો કર્યોહતો પરંતુ, તે હાથ આવ્યા નહતા.
જોકે માથાભારે શખ્સો જે બાઇકમાં ભાગ્યા હતા તે બાઇકના નંબર નોંધી લીધા હતા. અને હરીશભાઇ રામાનુજ ઘટનાની જાણ કરવા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. જોકે ફરજ પરના સ્ટાફે ફરિયાદ નોંધવાને બદલે માત્ર અરજી લઇ હરીશભાઇને રવાના કરી દીધા હતા.
હરીશભાઇ રામાનુજે એવો પણ આ ોપ કર્યોહતો કે, ફરજ પરના સ્ટાફે પીઆઇને મળવા જવા માટે પણ ના ભણી દીધી હતી. સતત બે દિવસથી થતાં પથ્થરમારાને કારણે રામાનુજ પરિવાર ફફડી રાો છે ત્યારે માથાભારે શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવાને બદલે પોલીસે ફરિયાદ નહીં લેતાં પોલીસ કામગીરી સામે પણ ચંદનપાર્ક વિસ્તારના લોકોમાં અનેક પ્રશ્નો ચર્ચાઇ રાા છે.