• Gujarati News
  • પિયરિયાઓ હોસ્પિટલે આવતા સાસરિયાં લાશ મૂકીને ભાગ્યા

પિયરિયાઓ હોસ્પિટલે આવતા સાસરિયાં લાશ મૂકીને ભાગ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બજરંગવાડીમાં રહેતી પરિણીતાએ ફાંસો ખાઇ મોત માંગી લીધું હતું. ઘટનાને પગલે પહોંચેલા પરિણીતાના પિયરિયાઓને જોઇ સાસરિયાંઓ લાશ મૂકીને ભાગ્યા હતા.
બજરંગવાડી મેઇન રોડ પર રહેતી પૂજાબેન ગોરાજભાઇ રાઠોડે મંગળવારે ઘરે ફાંસો ખાઇ લીધો હતો. જાણ થતાં સાસરિયાંઓ પૂજાબેનને હોસ્પિટલે લઇ ગયા હતા પરંતુ, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. પુત્રીના આપઘાતની જાણ થતાં ગુંદાવાડીમાં રહેતા તેના પિતા સહિતના પરિવારજનો હોસ્પિટલે પહોંરયા હતા. જયાં વેવાઇવેલાઓ વરચે બોલાચાલી થઇ હતી. મામલો બિચકતાં મૃતકના સાસરિયાંઓ લાશ મૂકીને ભાગી ગયા હતા.
ગુંદાવાડીમાં રહેતી પૂજાબેનના લગ્ન દોઢ વર્ષ પૂર્વે ગોરાજ રાઠોડ સાથે થયા હતા. ફાઇનાન્સર ગોરાજ અને તેના માતા-પિતા તથા બહેન કરિયાવરના મુદ્દે પૂજાબેનને ત્રાસ આપતાં હોવાનો મૃતકના પિયરિયાઓએ આ ોપ કર્યોહતો.