• Gujarati News
  • પત્ની પરત નહીં આવતાં યુવકનો આપઘાત

પત્ની પરત નહીં આવતાં યુવકનો આપઘાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પત્ની પરત નહીં આવતાં યુવકનો આપઘાત

જંકશન રેલવે સ્ટેશન પાસેના રૂખડિયાપરામાં રહેતા ગોપાલ લવજીભાઇ સરધારા (ઉ.વ.૨૫)એ મંગળવારે વહેલી સવારે પોતાના ઘરે લાકડાંની આડીમાં સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. સવારે નિદ્રામાંથી જાગેલા લવજીભાઇ સરધારાએ પુત્રની લટકતી લાશ જોતા જ તે સ્તબ્ધ થઇ ગયા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગોપાલને તેની પત્ની સાથે મનમેળ નહીં રહેતા કંકુ ત્રણ વર્ષથી પિયર રિસામણે બેઠી હતી. અનેક વખત સમજાવવા છતા પરત નહીં આવતાં કંટાળીને યુવકે અંતિમ પગલું ભરી લીધું હતું.